રાજકોટ
News of Wednesday, 15th May 2019

વીર હનુમાન ચોકમાં શનિવારે માતાજીનો માંડવો

મંદિરના લાભાર્થે વીર હનુમાન ગ્રુપનું આયોજન : વાજતે ગાજતે માતાજીના સામૈયા કરાશે

રાજકોટ તા. ૧૫ : વીર હનુમાન ગ્રુપ દ્વારા તા. ૧૮ ના શનિવારે શ્રી ખોડીયાર માતાજી તથા શ્રી મોમાઇ માતાજીના પંચાવ માંડવાનું આયોજન કરાયુ છે.

આ અંગે 'અકિલા' ખાતે વિગતો વર્ણવતા વીર હનુમાન ગૃપના આગેવાનોએ જણાવેલ માર્કેટીંગ યાર્ડ હુડકો કવાર્ટર, ઉંચા પાણીના ટાકા પાસે, આર.ટી.ઓ. પાછળ આવેલ વીર હનુમાન ચોકમાં તા. ૧૮ ના શનિવારે મંદિરના લાભાર્થે શ્રી ખોડીયાર માતાજી અને શ્રી મોમાઇ માતાજીના પંચાવ માંડવાનું આયોજન કરાયુ છે.

જેમાં થાંભલી રોપણ શનિવારે સવારે ૭.૩૦ વાગ્યે, માતાજીના સામૈયા સવારે ૯ વાગ્યે, સાંજે ૭ વાગ્યે મહાપ્રસાદ અને બીજા દિવસે રવિવારે સવારે ૭.૩૦ વાગ્યે થાંભલી વધાવવાનું મુહુર્ત નિરધારવામાં આવ્યુ છે.

કલમના ભુવાશ્રી તરીકે રાજુબાપુ અને રાવળ દેવ તરીકે ધર્મેશભાઇ રાવળ ઉપસ્થિત રહેશે.

સમગ્ર આયોજનમાં બજરંગ મિત્ર મંડળ, ઓધવરામ યુવા ગ્રુપ, ન્યુ બાપાસીતારામ ગ્રુપ, જે. એમ. જે. ગ્રુપ, શિવશકિત મહિલા ધૂન મંડળ, આશાપુરા ગરબી મંડળ, આશાપુરા પદયાત્રી ગ્રુપ, ગીરીરાજ ગ્રુપ સહયોગી બનેલ છે.

કાર્યક્રમોને સફળ બનાવવા વીર હનુમાન ગ્રુપના ભુપતભાઇ રાજવીર, લીલાભાઇ ખરગીયા, દીલીપભાઇ ઝીંઝુવાડીયા, ભુપતભાઇ બારૈયા, માવજીભાઇ ભાનુશાળી, જેહાભાઇ સુસરા, સજુભા જાડેજા, મુકેશભાઇ ધનસોતા, સુભાષભાઇ જોષી, હિરાભાઇ ઝાપડા વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.

ધર્મપ્રેમીજનોએ માતાજીના માંડવામાં દર્શન પ્રસાદનો લાભ લેવા વીર હનુમાન ગ્રુપ દ્વારા અનુરોધ કરાયો છે.

તસ્વીરમાં 'અકિલા' ખાતે વિગતો વર્ણવતા બળવંતભાઇ કારીયા, ભાવેશભાઇ ભાનુશાળા (મો.૮૧૪૧૫ ૨૮૯૯૯), રોહીતભાઇ પરમાર (મો.૯૬૦૧૦ ૦૯૧૨૩) નજરે પડે છે. (તસ્વીર : વિક્રમ ડાભી)

(3:27 pm IST)