રાજકોટ
News of Wednesday, 15th May 2019

જીવ મુંજાતો હોવાથી મનોજે ફિનાઇલ અને કીડી મારવાનો પાવડર પીધો!

રાજકોટ તા. ૧૫: ભીલવાસ પેટ્રોલ પંપ સામે ઠક્કરબાપા હરિજનવાસમાં રહેતાં મનોજ દેવજીભાઇ શિંગાળા (ઉ.૩૦) નામના વાલ્મિકી યુવાને રાત્રીના સાડા નવેક વાગ્યે યાજ્ઞિક રોડ પર મોબાઇલ કંપનીના સ્ટોર નજીક ફિનાઇલ અને કીડી મારવાનો પાવડર  પી લેતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.

મનોજ બે ભાઇ અને બે બહેનમાં નાનો છે અને છુટક કામ કરે છે. તેને સંતાનમાં બે પુત્ર છે. સવારે ભાનમાં આવી તેણે કહ્યું હતું કે જીવ મુંજાતો હોવાથી અને કયાંય ગમતું ન હોવાથી આમ કર્યુ હતું. હોસ્પિટલ ચોકીના સ્ટાફે પ્ર.નગરમાં જાણ કરી હતી.

ભવાની નગરમાં આકાશ લિકવીડ પી ગયો

રામનાથપરા પાસે ભવાનીનગરમાં રહેતો આકાશ પ્રેમજીભાઇ બોરીયા (ઉ.૧૮) સાંજે કપડા ધોવાનું લિકવીડ પી જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં એ-ડિવીઝન પોલીસને જાણ કરાઇ હતી.

(11:17 am IST)