રાજકોટ
News of Friday, 16th April 2021

ગુજરાતમાં રેમડેસીવીર- ઓકસીજનની તાતી જરૂરઃ કોંગ્રેસ

ભાજપના રાજમાં ભાજપ શાસિત રાજયો બેહાલઃ વશરામભાઇ સાગઠિયા અને મકબુલ દાઉદાણીનો આક્ષેપ

રાજકોટ, તા.૧૬: મહાનગરપાલિકાના પૂર્વ વિરોધપક્ષના નેતા વશરામભાઈ સાગઠીયા અને કોર્પોરેટર મકબુલભાઈ દાઉદાણીએ આક્ષેપ કર્યો હતો, કે હાલ રાજયમાં રેમડેસીવીર અને ઓકસીજન તેમજ હોસ્પિટલમાં બેડની અછતથી નિર્દોષ લોકોના મૃત્યુ થઇ રહ્યા છે ત્યારે ગુજરાતમાં જ ઉત્પાદન થતા રેમડેસીવીર , ઓકસીજન ની તાતી ઘટ પડી રહી છે ત્યારે લોકોને મદદમાં આવવાની જગ્યાએ રાજય સરકારને કમાણી કરવામાં રસ છે આથી ગુજરાત રાજયમાં અનેક નિર્દોષ લોકોએ સરકારની લાપરવાહી થી પોતાની જાન ગુમાવવી પડી રહી છે.

આ અંગે વશરામભાઈ સાગઠીયા અને મકબુલ દાઉદાણીએ જણાવ્યું છે કે ગુજરાત રાજયમાં ભાજપની સરકાર હાલ શાસન કરી રહી છે  અને ગુજરાતમાં રેમડેસીવીર અને ઓકસીજનનું ઉત્પાદન ભરપુર થઇ રહ્યું હોય ત્યારે બીજા રાજયમાં બેઠેલી ભાજપ સરકાર જ  આ દવાનો જથ્થો હાથમાંથી લઇજઈ રહી છે ત્યારે ગુજરાત રાજય સરકાર શું કરી રહી છે એ ખબર નથી પડતી લોકમુખે ચર્ચાઈ રહયુ છે કે 'ઘરના ઘંટી ચાટે ને  પાડોશી ને ત્યાં આંટો'. કહેવત ગુજરાતમાં સાર્થક થઇ રહયાનો આક્ષેપ તેઓએ કર્યો હતો.

(4:13 pm IST)