રાજકોટ
News of Friday, 16th April 2021

ખાદ્યતેલોમાં અવિરત તેજીઃ સીંગતેલ અને કપાસીયા તેલમાં વધુ ૧૦નો ઉછાળો

રાજકોટ તા. ૧૬ :.. ખાદ્યતેલોમાં અવિરત તેજીનો દોર યથાવત રહ્યો છે. આજે સીંગતેલ અને કપાસીયા તેલમાં વધુ ૧૦ રૂ.નો ઉછાળો થયો છે.

સ્થાનીક બજારમાં કાચા માલની અછતના બહાને સ્ટોડીયાઓ બેકાબુ બન્યા હોય તેમ ખાદ્યતેલોમાં રોજબરોજ ભાવ વધારો થયો છે. સીંગતેલ લુઝ (૧૦ કિ. ગ્રા.)ના ભાવ ૧૬૦૦ રૂ. હતા તે વધીને બપોરે ર વાગ્યે ૧૬૧૦ રૂ. થયા હતા સીંગતેલ નવા ટીનના ભાવ ર૬૩૦ થી ર૬૭૦ રૂ. હતા તે વધીને ર૬૪૦ થી ર૬૮૦ રૂ. થયા હતાં. તેમજ કપાસીયા તેલમાં વધુ ૧૦ રૂ. ના ભાવ વધારા સાથે કપાસીયા ટીનના ભાવ ર૩૪૦ થી ર૩પપ રૂ. હતા તે વધીને ર૩પ૦ થી ર૩૬પ રૂ. ની સપાટીએ ભાવ પહોંચ્યા છે.

છેલ્લા ત્રણ દિ'માં સીંગતેલમાં ર૦ રૂ. અને કપાસીયા તેલમાં ૪૦ રૂ.નો ભાવ વધારો થયો છે.

(4:04 pm IST)