રાજકોટ
News of Friday, 16th April 2021

સમરસ-ખાનગીમાં આજે વધુ ૧પ૦ બેડનો વધારોઃ લોહાણા-જૈન-નાગર જ્ઞાતિજનો દ્વારા CCC કેન્દ્રોઃ દેવ હોસ્પીટલ-યોગેશ પુજારા અને સોની સમાજ દ્વારા પણ કોવીડ હોસ્પીટલ

એડી. કલેકટર શ્રી પરિમલ પંડયાએ પત્રકારોને જણાવ્યું હતું કે, સમરસ હોસ્ટેલમાં આજે વધુ એક માળ શરૂ થઇ જશે... તે ઉપરાંત ખાનગી હોસ્પીટલ-દેવ હોસ્પીટલ-ઉપરાંત પૂજારા ટેલીકોમ દ્વારા યોગેશ પુજારા-સોની સમાજ દ્વારા પણ કોવીડ હોસ્પીટલો કાલ સુધીમાં શરૂ થઇ જશે જેથી વધુ નવા ૧પ૦ બેડનો લાભ મળશે આ ઉપરાંત જૈન-લોહાણા-નાગર જ્ઞાતિજનો દ્વારા કોવીડ કેર સેન્ટર શરૂ થઇ રહ્યા છે.

(3:13 pm IST)