રાજકોટ
News of Friday, 16th April 2021

બેડ માટે લોકોના વલખાઃ કલેકટરના કન્ટ્રોલરૂમમાં રોજના ૩૦૦ થી વધુ ફોન

જે હોસ્પિટલ ખૂલે તે ર કલાકમાં ભરાઇ જાય છે. આભ ફાટયું હોય ત્યાં થીગડુ કેમ ચાલે : રાજકારણીઓ-અન્ય આગેવાનોનો ભલામણનો ધોધઃ તંત્ર હાંફી ગયું

રાજકોટ તા.૧૬ : રાજકોટમાં કોરોનાના એટલા બધા કેસ વધી ગયા છે, કે તમામ તંત્રો હાંફી ગયા છે, મીનીસ્ટરો-ભાજપના આગેવાનો-કોંગ્રેસની રજુઆતો, અન્ય આગેવાનો-ઉદ્યોગપતિઓ-વિગેરેના ભલામણોનો ધોધ વહેતા તંત્ર હાંફી ગયું છે બેડ માટે લોકો વલખા મારી રહ્યા છે, કલેકટરના કન્ટ્રોલરૂમમાં રોજના ૩૦૦ થી વધુ ફોન આવી રહ્યા છે.

અધિકારી સૂત્રોના કહેવા મુજબ જે નવી કોવીડ હોસ્પિટલ શરૂ થાય તે બે કલાકમાં હાઉસફુલ બની જાય છે, સ્થિતિ બેકાબૂ છે, વાત પૂછોમાં એટલા ફોન આવે છે, ઇન્જેકશન-હોસ્પિટલ માટે કલેકટરે ૧૦ હેલ્પલાઇન શરૂ કરાવી તો તે પણ સતત એગેંજ બની રહી છે, એડી.કલેકટર સવારે ૬ થી રાત્રે  ર સુધી આવી ભલામણોથી થાકી ગયા છે, કલેકટર- એડી.કલેકટર બંને સવારે ૯-૧૧ વાગ્યાથી રાત્રે ૧રાા-૧ વાગ્યા સુધી સતત ફરજ ઉપર હાજર છે, પરંતું હાલ આભફાટયું હોય ત્યા થીગડુ મારવા જવંુ તેવી વાત છે.

(3:12 pm IST)