રાજકોટ
News of Friday, 16th April 2021

ગુર્જર સુતાર જ્ઞાતિ ટ્રસ્ટી મંડળની નવી પેનલની શપથવિધિ : પ્રમુખપદે રસીકભાઇ બદ્રકીયા

રાજકોટ : ગુર્જર સુતાર જ્ઞાતિ દ્વારા વર્ષ ૨૦૨૧ ની સાધારણ સભામાં નવી ટર્મ માટે ચુંટણી જાહેર કરવામાં આવી હતી. પરંતુ પ્રવિણભાઇ અઘારાની અધ્યક્ષતમાં જાહેર થયેલ આ ચુંટણી માટે એક માત્ર રસિકભાઇ બદ્રકિયાની પેનલે ફોર્મ ભરતા ચુંટણી અધ્યક્ષ દ્વારા તેઓને બીનહરીફ વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. બિનહરીફ થયેલ રસીકભાઇ બદ્રકીયાની પેનલના ટ્રસ્ટીઓ તેમજ કાર્યવાહક સમિતિના કારોબારી સભ્યોની શપથવિધિનો કાર્યક્રમ વિશ્વકર્મા મંદિરના સભાખંડમાં સરકારની કોવિડ-૧૯ ગાઇડલાઇનના પાલન સાથે યોજવામાં આવ્યો હતો. જેમાં જ્ઞાતિના અધ્યક્ષ તરીકે મુકેશભાઇ રતિભાઇ વડગામાએ અને જ્ઞાતિ પ્રમુખના હોદા પર રસિકભાઇ બદ્રકીયાએ પ્રતિજ્ઞાપત્રનું વાંચન કરી જ્ઞાતિ સેવાના શપથ લીધા હતા. એજ રીતે ઉપાધ્યક્ષ તરીકે જગદીશભાઇ સોંડાગર, ટ્રસ્ટી તરીકે દિનેશભાઇ ખંભાયતા, વિનયભાઇ તલસાણીયા, મુકેશભાઇ ભાડેશીયા, કાર્યવાહક સમિતિમાં ઉપપ્રમુખપદે કાંતિભાઇ તલસાણીયા, માનદમંત્રી તરીકે પ્રદીપભાઇ કરગથરા, ખજાનચી તરીકે અરવિંદભાઇ ત્રેટીયા, સહમંત્રી તરીકે ગોરધનભાઇ ચાંપાનેરા, કારોબારી સભ્યોમાં હર્ષદભાઇ બકરાણીયા, કિશોરભાઇ અંબાસણા, હરીલાલ સિનરોજા, જનકભાઇ વડગામા, દીલીપભાઇ પંચાસરા, કિશોરભાઇ બોરાણિયા, શાંતિલાલ સાંકડેચા, મિતેષભાઇ ધ્રાંગધરીયા, કેતનભાઇ મહિધરીયા, ઘનશ્યામભાઇ દુદકીયાએ જ્ઞાતિજનો સમક્ષ પ્રતિજ્ઞાપત્રનું વાંચન કરી જ્ઞાતિ સેવાન શપથ લીધા હતા. આ તકે રસીકભાઇ બદ્રકીયાએ તેમની પેનલ પર મુકેલ વિશ્વાસ બદલ સર્વે જ્ઞાતિજનોનો આભાર વ્યકત કર્યો હતો. આગામી દિવસોમાં જ્ઞાતિજનોની વસ્તી ગણતરી કરી નવી ડીરેકટરી બહાર પાડવા નિરધાર વ્યકત કર્યો હતો. આ પ્રસંગે ઉપસ્થિત પૂર્વ અધ્યક્ષ જગુભાઇ ભારદીયા અને મનહરભાઇ કરગથરાએ પ્રાસંગીક ઉદ્દબોધન કરી સમિતિના સમાજ સેવાના કાર્યોને બિરદાવેલ. ચુંટણી અધ્યક્ષ અને વિશ્વકર્મા કેળવણી મંડળના ટ્રસ્ટી પ્રવિણભાઇ અઘારાએ ચુંટણી પ્રક્રિયા પૂર્ણ જાહેર કરી બીન હરીફ થયેલ પેનલને આગામી કાર્યો આગળ વધારવાની શુભેચ્છા પાઠવી હતી. અંતમાં પ્રદીપભાઇ કરગથરાએ આભારવિધિ કરી હતી.

(3:09 pm IST)