રાજકોટ
News of Friday, 16th April 2021

તુલસી બાગમાં વેકસીનેસન કેમ્પ

રાજકોટ કોરોના સામે રક્ષણ મેળવવા મહા વેકસીન અભિયાન કાર્યરત છે. તે અંતર્ગત શહેર ભાજપ પ્રમુખ કલમેશ મિરાણીના માર્ગદર્શન હેેઠળ શહેર ભાજપ દ્વારા શહેરના તમામ બુથમાં રસીકરણ અભિયાનનો પ્રારંભ કરવામાં આવેલ છે. આ અંતર્ગત શહેરના વોર્ડ નં.૯માં તુલસી બાગ ખાતે મહાનગરપાલિકા દ્વારા વેકસીનેસન કેમ્પ યોજાયો હતો. વેકસીનેસન કેમ્પમાં શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન પુષ્કર પટેલ, શહેર ભાજપ મંત્રી વિક્રમ પુજારા, કોર્પોરેટર જીતુભાઇ કાટોળીયા, વોર્ડ પ્રમુખ પ્રદિપ નિર્મળ, મહામંત્રી હીરેન સાપરીયા, વિરેન્દ્ર ભટ્ટ, પૂર્વ, કોર્પોરેટર પ્રવિણભાઇ મારૂ, નારણભાઇ કેસરીયા, જયંતીભાઇ  ગડારા, કાજલબેન રંગાણી, નીરજભાઇ પંડયા તેમજ સ્થાનીક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(3:07 pm IST)