રાજકોટ
News of Friday, 16th April 2021

ઇલેકટ્રોનિકના વેપારીઓ આજથી ત્રણ દિ' સ્વૈચ્છિક બંધ પાળશે

રાજકોટઃ કોરોનાની મહામારીને ધ્યાનમાં રાખીને રાજકોટ ટીવી એપ્લાયસીસ ટ્રેડર્સ એસોસીએશન દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે કે તા.૧૬, ૧૭ અને ૧૮ એપ્રિલ, શુક્ર, શનિ અને રવિ એમ ત્રણ દિવસ ઇલેકટ્રોનિકસ તથા હોમ એપ્લાયસીસ -રાજકોટના નાના-મોટા તમામ શો-રૂમ તથા દુકાનો સંપૂર્ણ લોકડાઉન પાડશે અને બંધ રહેશે. જેની નોંધ લેવા એસોસીએશનના પ્રમુખ  અનિષભાઇ શાહ મો.૯૩૭૪૧ ૨૯૦૯૦ની યાદીમાં જણાવાયું છે.

(3:04 pm IST)