રાજકોટ
News of Tuesday, 16th April 2019

પ્રોહીબીશનના ગુન્હામાં સંડોવયેલા બે શખ્શોની પાસા હેઠળ ગાંધીગ્રામ પોલીસ દ્વારા અટકાયત

 

રાજકોટ :રાજકોટમાં પ્રોહીબીશનના ગુન્હામાં સંડોવાયેલ બે શખ્શોની પાસા હેઠળ ગાંધીગ્રામ પોલીસે અટકાયત કરીને બંનેને અમદાવાદ જેલમાં મોકલી આપવા તજવીજ હાથ ધરી છે

શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ અને સંયુક્ત પોલીસ કમિશનર ખત્રી તથા નાયબ પોલીસ કમિશનર મનોહરસિંહ જાડેજા અને મદદનીશ પોલીસ પોલીસ કમિશ્નર પશ્ચિમ વિભાગ પી,કે,દિયોરાના માર્ગદર્શન હેઠળ આગામી લોકસભા ચૂંટણીમાં શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન થાય અને ગુન્હાઓ બનતા અટકે તે માટે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં અને રાજકોટ વિસ્તારમાં દારૂની હેરાફેરી અને વેચાણમાં પકડાયેલ રમેશભાઈ ઉર્ફે લાલો ભગવાનજીભાઈ વાગડીયા (,,42 ) (રહે,રૈયાગામ 25 મીટરીયા આબેડકરજીના પૂતળાની સામે અને રુસ્તમભાઇ ઉર્ફે અબ્દુલભાઇ કાસમભાઈ શેખ (,, 49 ) ( રહે,રૈયારોડ હનુમાન મઢી પાસે હીરામનનગર શેરી,,1 શનિભાઈ ગેરેજવાળાની બાજુમાં )નો ગુન્હાઈત ઇતિહાસ ચકાસી બંને ઈસમોની પાસાની અદરખાસ્ત તૈયાર કરીને પોલીસ કમિશનરની કચેરીએ મોકલી અપાતા બંનેની પાસા હેઠળ અટકાયત કરવા પોલીસ કમિશનરે પાસા વોરંટ ઇસ્યુ કરતા બંનેની અટકાયત કરીને અમદાવાદ જેલમાં મોકલી આપવા તજવીજ હાથ ધરી છે

(12:42 am IST)