રાજકોટ
News of Tuesday, 16th April 2019

ગ્રેટર ચેમ્બર દ્વારા છાશ-સરબત-શીતલજલ વિતરણ કેન્દ્રનો પ્રારંભ

રાજકોટઃ ગરમીના દિવસોમાં લોકોને ટાઢક થાય તે ઉદેશથી કમીશ્નરશ્રી બંછાનીધી પાની IAS દ્વારા સર્વે એન.જી.ઓ.ને છાશ તથા શીતજલ વિતરણ કેન્દ્ર શરૂ કરવા અપીલ કરવામાં આવતા ગ્રેટર રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના ડાયરેકટરોના સ્વૈચ્છીક ફંડ દ્વારા છાશ તથા પાણી વિતરણ તેમજ હાઇબોન્ડ સીમેન્ટના ડાયરેકટર મનસુખભાઇ પાણના સહયોગથી વરીયાળી સરબત વિતરણ કેન્દ્ર ભકિતનગર સ્ટેશન મેઇન રોડ પર રમેશભાઇ પટેલ (પટેલ બ્રાસ પ્રા.લી.) મનસુખભાઇ પાણ (હાઇબોન્ડ સીમેન્ટ પ્રા.લી), નારણભાઇ પટેલ (ઇન્ડિયા બ્રાસ વર્કસ)ના પ્રમુખ સ્થાને કમીશ્નરશ્રી બંછાનીધી પાની દ્વારા દિપ પ્રાગટય કરી વિતરણ શરૂ કરવામાં આવેલ છે. ઉપસ્થિત સર્વેશ્રી બંછાનીધી પાનીનું ગ્રેટર ચેમ્બરના ઉપપ્રમુખે કાંતીભાઇ જાવીયા તથા રાજીવભાઇ દોશી, રમેશભાઇ પટેલનું ગ્રેટર ચેમ્બરના ઇન્ચાર્જ ઇશ્વરભાઇ બ્રાંભોલીયા તથા અજીતસિંહ જાડેજા, મનસુખભાઇ પાણનું ગ્રેટર ચેમ્બરના સુરેશભાઇ દ્વિવેદી તથા રમેશભાઇ ઝાલાવડીયા તેમજ નારણભાઇ પટેલનું હર્ષદભાઇ ખુંટ તથા ધીરૂભાઇ વાગડીયા દ્વારા પુષ્પગુચ્છ અર્પણ કરી સ્વીકારવામાં આવેલ. આ ઉદઘાટન પ્રસંગે તેમજ જુદી જુદી સંસ્થાઓ આગેવાનો તથા આ વિસ્તારના ઉદ્યોગપતિ સર્વશ્રી પરસોતમભાઇ ફળદુ (ફિલ્ડમાર્શલ તથા ગોવાણી કન્યા છાત્રાલય), રાજુભાઇ (ગોદરેજ શોરૂમના માલીક), જે.પી.અગ્રવાલ (હરીયાણા ગુજરાત રોડવેઝ) તેમજ અન્ય કારખાનેદાર ભાઇઓ ઉપસ્થિત રહેલ. કાર્યકમનું સંચાલન પ્રો.ડો.પનારાએ કરેલ. અંતમાં આભારવિધિ ગ્રેટર ચેમ્બરના ઉપપ્રમુખ રાજીવભાઇ દોશી દ્વારા કરવામાં આવેલ.

(3:59 pm IST)