રાજકોટ
News of Tuesday, 16th April 2019

જેસીઆઈ રાજકોટ યુવા દ્વારા આવતીકાલે મતદાન જાગૃતિ રેલી

રાજકોટ, તા.૧૬ : જેસીઆઈ રાજકોટ યુવા દ્વારા મતદાન જાગૃતિનું રેલી આયોજન આવતીકાલે કરાયું છે. મતદાન દેવો તે દરેક ભારતીય નાગરીકની ફરજ તથા હક્ક છે. ઘણી વખત આપણે અમુક કારણોસર કે આળસમાં મતદાન કરવા જતા નથી. તો જેસીઆઈ રાજકોટ યુવાના માધ્યમથી રાજકોટની જનતામાં મતદાનની જાગૃતતા લાવતી એક રેલી આવતીકાલે તા.૧૭ને બુધવારે સવારે ૬:૩૦ કલાકે બાલભવનના ગેઈટ પાસેથી શરૂ થઈ અને રેસકોર્ષ રીંગ રોડ ફરતે ચક્કર લગાવી પૂર્ણ કરશે.

તસ્વીરમાં જેસીઆઈના ગીરીશ ચંદારાણા, રચના રૂપારેલ, રાખી દોશી, ચિરાગ અઢીયા અને વિશાલ પંચાસરા નજરે પડે છે. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)

(3:58 pm IST)