રાજકોટ
News of Tuesday, 16th April 2019

ગુરૂવારે સીઝનેબલ અથાણાઓનું ડેમોસ્ટ્રેશન

લોહાણા મૈત્રી મહિલા મંડળ દ્વારા સમર કાર્નિવલ અંતર્ગત બહેનો માટે કાર્યક્રમ : સંગીતમય હાઉસી, સરપ્રાઈઝ ગેમ્સનું પણ આયોજન

રાજકોટ, તા. ૧૬ : શહેરના છેવાડાના વિસ્તારમાં રહેતા રઘુવંશી પરીવારના બહેનો, બાળકો અને સીનીયર સીટીઝનના સર્વાંગી વિકાસ માટે કાર્યરત લોહાણા મૈત્રી મહિલા મંડળ દ્વારા આગામી તા.૧૮ને ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૭ દરમિયાન કરણપરા ચોક ખાતેની લોહાણા કેસરીયા વાડીમાં શ્રીમતી સ્નેહાબેન આર. પોબારૂના અધ્યક્ષસ્થાને તથા લોહાણા મહિલા અગ્રણીઓના વિશેષ પદે સમર કાર્નિવલ અંતર્ગત સીઝનેબલ અથાણા, વિવિધ વાનગીઓના ડેમોસ્ટ્રેશન, સંગીતમય હાઉસી તથા સરપ્રાઈઝ ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સુરતના નેહાબેન દોશી બહેનોને માર્ગદર્શન આપશે.

બેડીનાકા વિસ્તારના સભ્ય બહેનો ઉપરાંત આ કાર્યક્રમમાં ગેસ્ટ બહેનો પણ ભાગ લઈ શકશે. તમામ સ્પર્ધકોને આકર્ષક ઈનામોથી નવાજવામાં આવશે. સભ્ય બહેનોએ નિર્ધારીત સમય પહેલા ૧૫ મિનિટ વહેલા આવી પોતાના એન્ટ્રી પાસ મેળવી સ્થાન ગ્રહણ કરી લેવું.

કાર્યક્રમને સફળ બનાવવા પ્રમુખ શ્રી ઈન્દીરાબેન શીંગાળાના માર્ગદર્શન હેઠળ અંજનાબેન હિંડોચા, ઈન્દીરાબેન જસાણી, કલાબેન ખખ્ખર, કમલાબેન, દિપ્તીબેન, કિર્તીબેન, ભાવનાબેન તથા કલ્પનાબેન પોપટ જહેમત ઉઠાવી રહ્યા છે. તેમ સંસ્થાની યાદી જણાવે છે. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)

(3:58 pm IST)