રાજકોટ
News of Tuesday, 16th April 2019

લોકશાહીને મજબૂત બનાવો, સિવિલના સ્ટાફે શપથ લીધા

રાજકોટઃ પી.ડી.યુ.ગર્વમેન્ટ મેડીકલ કોલેજ, રાજકોટમાં ૫૦૦ કરતા પણ વધારે મેડીકલ સ્ટુડન્ટસ, ડોકટર્સ તેમજ કર્મચારીઓએ રાજકોટ શહેરનાં ઈલેકશન નોડલ ઓફીસરશ્રી પંડ્યાની હાજરીમાં મતદાન કરવાનાં શપથ લીધા લોકશાહીનાં મહાપર્વ તેવા લોકસભાની ચુંટણીનાં સંદર્ભમાં પી.ડી.યુ.મેડીકલ કોલેજ, રાજકોટનાં તમામ વિદ્યાર્થીઓ તેમજ ડોકટર્સ, ફેકલ્ટી અને કર્મચારી ગણ પોતાનાં કિંમતી મતનો ઉપયોગ કરી લોકશાહીને મજબુત કરે તેવી ભાવના સાથે સમગ્ર કાર્યક્રમનું માર્ગદર્શન ડીન શ્રી ડો.ગૌરવી ધ્રુવા અને મેડીકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડો.મનીષ મહેતા દ્વારા થઈ હતી. સાથોસાથ કાર્યક્રમમાં આર.જે.આભા બહેનની ઉત્સાહવર્ધક હાજર પણ રહી. આ કાર્યક્રમ સાથે પી.ડી.યુ.મેડીકલ કોલેજના વાર્ષિકોત્સવનો શુભારંભ દીપ પ્રાગટય દ્વારા કરવામાં આવ્યો હતો. તેમ યાદીના અંતમાં જણાવાયું છે.

(3:58 pm IST)