રાજકોટ
News of Tuesday, 16th April 2019

વોર્ડ નં.૧૬માં ભૂતિયાનળ ઝડપાયાઃ કરવત ફેરવાઇ

શહેરીજનોને પાણીનો બગાડ નહિ કરવા બંછાનિધી પાનીની અપીલ

મ્યુ.કોર્પોરેશન દ્વારા શહેરમાં પાણી ચોરી અટકાવવાની ચેકીંગ ઝૂંબેશ સતત ચાલુ છે ત્યારે વોર્ડ નં.૧૬માં ભૂતિયા નળ જોડાણ પકડાતા કાપી નાંખવામાં આવ્યા છે. શહેરીજનોને પાણીનો બગાડ નહિ કરવા મ્યુ.કમિશ્નર બંછાનિધી પાની દ્વારા અપીલ કરવામાં આવી છે.

આ અંગે મ્યુ.કોર્પોરેશનની સતાવાર યાદીમાં જણાવ્યા પ્રમાણે શહેરમાં પાણી ચોરીની પ્રવૃતિ અટકાવવા મ્યુ.કમિશ્નર બંછાનિધિ પાનીના આદેશ અનુસાર ગેરકાયદેસર નળ કનેકશન અને ડાયરેકટ પમ્પીંગનાં કિસ્સાઓની તપાસ તથા પગલા ઉપરાંત પાણીનો બગાડ કરતા આસામીઓ સામે પણ પગલાં લેવામાં આવી રહ્યા છે. જેમાં વોર્ડ નં.૧૬માં હાથ ધરાયેલ ચેકીંગ દરમ્યાન બે ભૂતિયા નળ જોડાણ કાપી નાખવામાં આવ્યા હતાં.આ કામગીરી મ્યુનિ.કમિશ્નર બંછાનિધિ પાનીના આદેશ અન્વયે વોર્ડ નં.૧૬નાં ડેપ્યુટી વી.સી.મુંધવા, આસી.ઇજનેર શશાંકભાઇ વસાવા, ફીટર વિમલભાઇ દ્વારા આ કરવામાં આવેલ હતી.

(3:34 pm IST)