રાજકોટ
News of Tuesday, 16th April 2019

નવા છ બ્રિજ માટે ટેન્ડર કન્સ્ટલન્ટની ઓફર મંગાવાઇ

લાખના બંગલાથી રૈયાધાર અને મારવાડી (નાનામવા)થી શાસ્ત્રીનગરની દિશામાં બ્રિજ બનશેઃ નાનમવા, રામાપીર, કોઠારિયા સોલવન્ટ, સાંઢિયા પુલ સહિતનાં વિસ્તારમાં ટ્રાફિક હળવો કરવા કાર્યવાહી

રાજકોટ,તા.૧૬: શહેરની ટ્રાફીક સમસ્યા હળવી થાય અને વાહન ચાલકોનો સમય વ્યય ના થાય તે માટે કોર્પોરેશન દ્વારા અન્ડર-ઓવરબ્રીજ બનાવવામાં આવી રહયા છે. ત્યારે શહેરમાં વધુ ૬ સ્થળોએ બ્રિજ બનાવવા મ્યુ.કોર્પોરેશન દ્વાર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આ અંગે મ્યુ.કોર્પોરેશનનાં સુત્રો માંથી મળતી માહિતી મુજબ ચાલુ નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦૨૦નાં બજેટમાં શહેરમાં નાનામવા, રામાપીર ચોકડી, કોઠારિયા સોલવન્ટ, સાઢિંયા પુલ સહિતનાં વિસ્તારમાં બ્રિજ બનાવવા જોગવાઇ કરવામાં આવી છે. જે અન્વેય આ ૬ સ્થળોએ બ્રિજ બનાવવા માટે મ્યુ.કોર્પોરેશન દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

વધુમાં સુત્રો માંથી મળતી માહિતી મુજબ નાનામવા ચોકડીએ મારવાડી થી શાસ્ત્રીનગર તરફ અને રામાપીર ચોકડીએ લાખનાં બંગલા થી રૈયાધાર તરફની દિશામાં બ્રિજ બનાવામાં આવશે. આ ૬ સ્થળોએ  બ્રિજ બનાવવા માટે કન્સ્ટલન્ટની નિમણૂંક કરવા તજવીજ હાથ ધરાઇ છે તેના ટેન્ડરો પ્રસિધ્ધ કરી દેવાયા છે. ટેન્ડર સ્વિાકરવાની આખરી તારીખ ૨૨ એપ્રિલ છે.

(3:27 pm IST)