રૂ. ત્રણ લાખનો ચેક પાછો ફરતાં કોર્ટમાં ફરિયાદઃ આરોપીને હાજર થવા સમન્સ
રાજકોટ તા. ૧પઃ રાજકોટના ધર્મેશ છોટાલાલ જરીયા વિરૂધ્ધ રૂ. ૩,૦૦,૦૦૦/-નો ચેક રીટર્ન થતા રાજકોટની કોર્ટમાં ચેક રીટર્ન થવા બદલ આરોપી ધર્મેશ છોટાલાલ જરીયા વિરૂધ્ધ ફરિયાદ થતા કોર્ટ દ્વારા સમન્સ ઇસ્યુ કરવામાં આવેલ છે.
ફરીયાદની ટુંકમાં વિગત એવી છે કે ફરીયાદી રાજેશકુમાર રતિલાલ જરીયા એ આરોપી ધર્મેશ છોટાલાલ જરીયાને મે-ર૦૧૮માં રૂ. ૩૦૦,૦૦૦/- મિત્રતાનો સંબંધ હોય વગર વ્યાજે હાથ ઉછીના આપેલા ત્યારબાદ ફરીયાદીએ આરોપીને આપેલ હાથ ઉછીની રકમની પરત માંગણી કરતા આરોપીએ રૂ. ૩,૦૦,૦૦૦/-નો ચેક આપેલ જે ચેક ફરીયાદીએ પોતાની બેંકમાં વટાવવા નાખતા ચેક વટાવાયા વગર ''ફંડઇનસફીસીયન્ત''ના શેરા સાથે પરત કરેલ હતો.
ફરીયાદીએ પોતાના એડવોકેટ મારફત ચેક રીટર્ન થયા અંગેની ડીમાન્ડ નોટીસ પાઠવવા છતાં નોટીસમાં જણાવેલ સમયમાં આરોપીએ ફરિયાદીને ચેક મુજબની રકમ ન ચુકવતા ફરીયાદીએ આરોપી વિરૂધ્ધ રાજકોટના એડી. ચીફ જયું. મેજી.ની કોર્ટમાં ''ધી નેગોસ્યેબલ ઇનસ્ટુમેન્ટ એકટ''ની કલમ-૧૩૮ મુજબની ફરિયાદ દાખલ કરેલ. જે ફરિયાદ કોર્ટે રજીસ્ટર લઇ આરોપી ધર્મેશ છોટાલાલ જરીયાને કોર્ટમાં હાજર રહેવા સમન્સ ઇસ્યુ કરેલ છે.
આ કામમાં ફરીયાદી રાજેશકુમાર રતીલાલ જરીયા વતિ રાજકોટના ધારાશાસ્ત્રી હિતેશ આર. ભાયાણી રોકાયેલ છે.