News of Monday, 15th April 2019
રવિ પરમાર સાથે પત્નિ હેતલે ઝઘડો કરતાં એસિડ પી લીધું
એક મહિના પહેલા જ પરણેલા આંબેડકરનગરના યુવાન
રાજકોટ તા.૧૫: ગોંડલ રોડ એસટી વર્કશોપ પાછળ આંબેડકરનગર-૧૧માં રહેતાં અને કડીયા કામની મજૂરી કરી ગુજરાન ચલાવતાં રવિ રમેશભાઇ પરમાર (ઉ.૨૯) નામના વણકર યુવાને સવારે દસેક વાગ્યે કણકોટ એન્જિનીયરીંગ કોલેજ સામેના રોડ પર એસિડ પી લેતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં હોસ્પિટલ ચોકીના એએસઆઇ થોભણભાઇ ટીલારાએ તાલુકા પોલીસને જાણ કરી હતી.
રવિ બે ભાઇ અને બે બહેનમાં નાનો છે. તેના લગ્ન એક મહિના પહેલા ગોૈતમનગરની હેતલ સાથે થયા છે. રવિના કહેવા મુજબ લગ્ન થયા ત્યારથી પત્નિને ગમતું ન હોઇ તે બાબતે બંને વચ્ચે ચડભડ થતાં પોતે કંટાળી જતાં આ પગલું ભર્યુ હતું.
(3:52 pm IST)