રાજકોટ
News of Monday, 15th April 2019

ચૂંટણીના ભૂંગળા સાથે લગ્નોત્સવની શરણાઇઓઃ બુધવારથી મંગલ મૂહુર્ત

નાણાવટી રે સાજન બેઠુ માંડવે, લાખોપતિ રે સાજન બેઠુ માંડવે, જેવા ભરી સભાના રાજા, એવા વરરાજાના દાદા... : આ વખતે ચૈત્ર મહિનામાં લગ્નના ૯ મૂહુર્તોઃ ૭મેએ અખાત્રીજ :૧૧ જુલાઇ સુધી લગ્નોત્સવઃ દિવાળી પછી પહેલુ મૂહુર્ત ૨૦ નવેમ્બરે : મતદાનના દિવસે તા. ર૩ મીએ પણ લગ્નનું મુહૂર્ત : કન્યાદાન સાથે કરજો મતદાન

રાજકોટ, તા. ૧૫ :. ગુજરાતમાં અત્યારે એક તરફ ચૂંટણીની મોસમ જામી છે, બીજી તરફ લગ્નોત્સવની મોસમે દરવાજા ખટખટાવ્યા છે. ચૂંટણી પ્રચારના ભૂંગળા સાથે લગ્નોત્સવની શરણાઈઓ ગુંજશે. એક મહિનાથી વધુ સમયના વિરામ બાદ તા. ૧૭ એપ્રિલથી લગ્નની મોસમના મંડાણ થશે. સામાન્ય રીતે ચૈત્ર મહિનામાં લગ્નના બે-ચાર મુહુર્તો હોય છે પરંતુ આ વખતે ચૈત્ર મહિનામાં લગ્નના ૯ જેટલા મુહુર્તો છે. ૭ મે અખાત્રીજ છે. દશેરા અને શરદ પૂનમે મુહુર્ત જોયા વગર પણ લગ્ન યોજી શકાય છે. હવે પછી શરૂ થઈ રહેલી લગ્નોત્સવની મોસમ ૧૧ જુલાઈ સુધી ચાલશે. ત્યાર બાદ દિવાળી પછી નવા વર્ષમાં લગ્નનું પહેલુ મુહુર્ત ૨૦ નવેમ્બરે છે. ચાલુ વર્ષમાં કારતક મહિનામાં લગ્નના મુહુર્ત ન હતા પરંતુ હવે પછીના નવા વર્ષમાં કારતક મહિનામાં લગ્નના ૩ મુહુર્તો છે.

લગ્નોત્સવની મોસમને અનુલક્ષીને વાડી, હોલ, પાર્ટીપ્લોટ, ભુદેવો, બેન્ડવાજા, કેટરર્સ, મંડપ, સુશોભન, ફોટોગ્રાફી, વિડીયોગ્રાફી વગેરેના બુકીંગ અત્યારથી જ થઈ ગયા છે. મતદાનના દિવસે ૨૩ એપ્રિલે પણ ઘણા લગ્નો છે. શ્રી ભાવિકભાઈ શાસ્ત્રી (મો. ૯૮૨૫૬ ૯૫૭૯૨)ના જણાવ્યા મુજબ ચૈત્ર, વૈશાખ, જેઠ અને અષાઢ મહિનાના લગ્નોત્સવના મંગલ મુહુર્ત નીચે મુજબ છે.

તા. ૧૭ એપ્રિલ બુધવાર

તા. ૧૮ એપ્રિલ ગુરૂવાર

તા. ૧૯ એપ્રિલ શુક્રવાર

તા. ૨૦ એપ્રિલ શનિવાર

તા. ૨૨ એપ્રિલ સોમવાર

તા. ૨૩ એપ્રિલ મંગળવાર

તા. ૨૪ એપ્રિલ બુધવાર

તા. ૨૭ એપ્રિલ રવિવાર

તા. ૨૮ એપ્રિલ સોમવાર

તા. ૫ મે રવિવાર

તા. ૭ મે મંગળવાર

તા. ૧૨ મે રવિવાર

તા. ૧૪ મે મંગળવાર

તા. ૧૫ મે બુધવાર

તા. ૧૭ મે શુક્રવાર

તા. ૧૯ મે રવિવાર

તા. ૨૧ મે મંગળવાર

તા. ૨૬ મે રવિવાર

તા. ૩૦ મે ગુરૂવાર

તા. ૩૧ મે શુક્રવાર

તા. ૮ જૂન શનિવાર

તા. ૯ જૂન રવિવાર

તા. ૧૦ જૂન સોમવાર

તા. ૧૨ જૂન બુધવાર

તા. ૧૩ જૂન ગુરવાર

તા. ૧૪ જૂન શુક્રવાર

તા. ૧૫ જૂન શનિવાર

તા. ૧૬ જૂન રવિવાર

તા. ૧૭ જૂન સોમવાર

તા. ૧૮ જૂન મંગળવાર

તા. ૨૦ જૂન ગુરૂવાર

તા. ૨૫ જૂન મંગળવાર

તા. ૨૬ જૂન બુધવાર

તા. ૬ જુલાઈ શનિવાર

તા. ૯ જુલાઈ મંગળવાર

તા. ૧૦ જુલાઈ બુધવાર

તા. ૧૧ જુલાઈ ગુરૂવાર

(૨૮ ઓકટોબરે દિવાળી છે)

તા. ૨૦ નવેમ્બર બુધવાર

તા. ૨૧ નવેમ્બર ગુરૂવાર

તા. ૨૩ નવેમ્બર શનિવાર

એક નઝર ઇધર ભી

પત્નીઃ તમે સગાઇથી લગ્નની વચ્ચે મને ખૂબ ફરવા લઇ જતા હતા, હવે લગ્ન પછી કેમ નથી લઇ જતા ?

પતિ : ચૂંટણી પૂરી થઇ ગયા પછી 'પ્રચાર' ન કરવાનો હોય!

(3:41 pm IST)