રાજકોટ
News of Monday, 15th April 2019

નોટબંધીએ દેશની અર્થવ્યવસ્થા અને નાગરીકોની સુખ શાંતિ છિનવી લીધી

ભાજપના રાજમાં પ્રજા હેરાન - પરેશાન : સિદ્ધાર્થભાઈ પટેલના તિખા - તમતમતા પ્રહારો

રાજકોટ, તા. ૧૫ : રાજકોટ લોકસભાની ચુંટણી પ્રચારમાં ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રમુખ શ્રી સિદ્ઘાર્થભાઈ પટેલની રાજકોટમાં કોઠારિયા રોડ ઉપર વોર્ડ નં.૧૬-૧૭-૧૮ની જંગી જાહેરસભા સંબોધન કરેલ. આ જાહેરસભામાં શ્રી સિદ્ઘાર્થભાઈ પટેલે જણાવ્યું હતું કે પ્રજા ત્રાહિમામ પોકારી ગઈ છે, મોંઘવારી વધી છે, રોજગારી દ્યટી છે, શિક્ષિત બેરોજગારીમાં ખુબ જ વધારો થયો છે, પેટ્રોલ-ડીઝલના ભાવમાં અસહ્ય વધારો થયો છે.

આ જાહેર સભામાં કોંગી ઉમેદવાર લલીતભાઈ કગથરાએ ભાજપ ઉપર આકરા પ્રહારો કરતાં જણાવેલ કે જીએસટી અને નોટબંધીએ દેશની અર્થવ્યવસ્થા અને નાગરિકોની સુખ-શાંતિ છીનવી લીધી છે અને ગરીબ-નાનો માણસ આજે હેરાન પરેશાન થયો છે. ભાજપના શાસકોએ અન્યાય કર્યો છે અને જેની સામે કોંગ્રેસ ન્યાયની જાહેરાત કરેલ છે.

આ જાહેર સભામાં રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અશોકભાઈ ડાંગર, રાજકોટ જીલ્લા કોંગ્રેસ પ્રમુખ હિતેશભાઈ વોરા,પ્રદેશ આગેવાનો જશવંતસિંહ ભટ્ટી, દિનેશભાઈ મકવાણા, મહેશભાઈ રાજપૂત, દિનેશભાઈ ચોવટિયા, મિતુલભાઇ દોંગા, મયુરસિંહ જાડેજા, ગોપાલભાઈ અનડકટ,મહિલા કોંગ્રેસ પ્રમુખ મનીષાબા વાળા, કોંગ્રેસ આગેવાનો નાથાભાઈ કિયાળા, સતુભા જાડેજા, રહીમભાઈ સોરા, ભીખાભાઈ ગજેરા, વોર્ડ નં.૧૬ પ્રમુખ નારણભાઈ હીરપરા, કોર્પોરેટર વલ્લભભાઈ પરસાણા, હારૂનભાઈ ડાકોરા, રસીલાબેન ગરૈયા, સ્નેહાબેન દવે, આગેવાનો રહીમભાઈ સોરા, ભીખાભાઈ ગજેરા, અનવર ઓડિયા, હાજીભાઇ ઓડિયા, સુરેશભાઈ ગરૈયા, બીપીનભાઈ દવે, ભગવાનજીભાઈ સોજીત્રા, મનોજભાઈ ગઢવી, ભાવેશ પટેલ, મકસુદ ચાવડા, ઈબ્રાહીમભાઈ સોરા, સિકંદરભાઈ ડાકોરા. વોર્ડ નં.૧૭ પ્રમુખ નીમેશભાઈ ભંડેરી, કોર્પોરેટર દ્યનશ્યામસિંહ જાડેજા, ગાયત્રીબેન ભટ્ટ, જયાબેન ટાંક, આગેવાનો શૈલેશભાઈ રૂપાપરા, પ્રહલાદસિંહ ઝાલા, દર્શનભાઈ ગોસ્વામી, રસિકભાઈ ભટ્ટ, રમેશભાઈ ગઢવી, અનિરુદ્ઘભાઇ કાકડિયા, કલાબેન સોરઠીયા, ભુપતસિંહ ઝાલા, નિર્મળાબેન પરમાર, વિમલ મુંગરા, યોગેશભાઈ પાદરીયા, બાબુભાઈ સાવલિયા. વોર્ડ નં.૧૮ પ્રમુખ દીપકભાઈ ધવા, કોર્પોરેટર જેન્તીભાઈ બુટાણી, નીલેશભાઈ મારું, ધર્મિષ્ઠાબા જાડેજા, મેનાબેન જાદવ, આગેવાનો વિનોદભાઈ ચૌહાણ, નરેશભાઈ ગઢવી, કાનભાઈ અલગોતર, ઉમેદભાઈ જેબલિયા, વિક્રમભાઈ ગીડા, મોહનભાઈ વીરડા, રાજુભાઈ સાગઠીયા, રાજેશભાઈ બદ્રકિયા, મહેશભાઈ રાદડિયા, રાજુભાઈ બાબીયા, જેન્તીભાઈ ચોવટિયા, હરેશભાઈ સોરઠીયા, યોગેશભાઈ અકબરી વિ. કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

(3:40 pm IST)