રાજકોટ
News of Monday, 15th April 2019

ધો. ૧૦ પાસ આનંદો.. મારૂતિ-સુઝૂકી ટ્રેનિંગ સાથે રૂ. ૧૦ હજાર આપશે

SSCમાં પપ ટકા ધરાવતા ૧૮થી ર૦ વર્ષના યુવાનોને તક : રહેવા-જમવાની સુવિધા સાવ ટોકન દરે : બે વર્ષની આઇટીઆઇ ડિપ્લોમાં ટ્રેનિંગની તક : સૌરાષ્ટ્રમાંથી ર૦૦ યુવાનો પસંદ કરાશે : ઇન્ટરવ્યૂ આપવા પહોંચો

મારૂતિ-સુઝૂકી કંપનીના રાહુલ શ્રીવાસ્તવ, રાજ ઐયર, નવકુમારદાસ તથા આઇટીઆઇના અશ્વિન ત્રિવેદી નજરે પડે છે. (તસ્વીર : વિક્રમ  ડાભી)

રાજકોટ, તા. ૧પ : ધો. ૧૦ પાસ થયેલા યુવાનો માટે ટ્રેનિંગની વિશેષ તક સામે આવી છે. મારૂતિ-સુઝૂકી કંપનીએ સ્ટુડન્ટ ટ્રેનિંગ સ્કીમ અંતર્ગત યોજના ઘડી છે. ધો. ૧૦ પાસ થયેલા અને ૧૮થી ર૦ની વય ધરાવતા યુવાનોને આઇટીઆઇ ડિપ્લોમાં ટ્રેનિંગ- ફ્રી આપશે. ઉપરાંત દર મહિને રૂ. ૧૦,૦૦૦ આપશે.

મારૂતિ-સુઝૂકીના રાહુલ શ્રીવાસ્તવ આજે 'અકિલા'ની મુલાકાતે આવ્યા હતાં. તેઓએ જણાવ્યું હતું કે, કંપનીએ સૌરાષ્ટ્રના યુવાવર્ગ પર ફોકસ કર્યું છે. ધો. ૧૦ પાસ અને પંચાવન ટકા ધરાવતા ૧૮થી ર૦ વર્ષની વયના શારીરિક સક્ષમ યુવાનોને કંપની ટ્રેનિંગ આપશે. ઉપરાંત દર મહિને રૂ. ૧૦ હજાર આપશે.

આ ટ્રેનિંગ બે વર્ષની રહેશે જે હાંસલપુર, બહુચરાજી પાસે લેવાની રહેશે. ટ્રેનિંગ દરમિયાન મામૂલી ખર્ચે કંપની રહેવાની-ભોજનની સુવિધા આપશે.

ટ્રેનિંગ બાદ આઇટીઆઇ ડિપ્લોમાં સર્ટિ. મળશે-મારૂતિ-સુઝૂકી કંપનીમાં જગ્યા હશે તો ત્યાં જ સર્વિસ મળે તેવી પણ તક છે. ટ્રેનિંગ દરમિયાન ઇન્સ્યોરન્સ પણ ફ્રી અપાશે.

શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, આ સ્કીમ સૌરાષ્ટ્રના યુવાનો માટે છે. ૧પ૦ થી ર૦૦ યુવાનોને આ સ્કીમનો લાભ અપાશે.

આ માટેના ઇન્ટરવ્યૂ શરૂ થઇ ગયા છે. તા. ૧૯ સુધીમાં રૂબરૂ ઇન્ટરવ્યુ આપવા આવી શકો છો. આઇટીઆઇ રૂમ નં. ૧૧રમાં ઇન્ટરવ્યુ-ટેસ્ટ ચાલે છે.  આ અંગે વધારે વિગતો માટે મો. ૯૭ર૪૦ ૪૯પપપ નંબર પર સંપર્ક કરી શકાય છે.

(3:40 pm IST)