રાજકોટ
News of Monday, 15th April 2019

દેશની તિજોરી ઉપર ચોકીદારે પંજો પડવા દીધો નથી

એક બાજુ ચોકીદાર અને બીજી બાજુ ચોર મહામિલાવટની જમાત છે : વિજયભાઈ

રાજકોટ તા. ૧૫ : શ્રી અક્ષરપુરુષોત્ત્।મ મંદિરના હોલ ખાતે ભાજપ યુવા મોરચાના દ્વારા  આયોજિત યુવાશકિત રાષ્ટ્રશકિત યુવા સંમેલનમાં મુખ્ય મહેમાન પદેથી ઉદબોધન કરતા મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે ભારતના એક શકિતશાળી અને સમૃદ્ઘ બનાવવા માટે શ્રી નરેન્દ્રભાઈ મોદીને વડાપ્રધાન બનાવવા યુવા સહિતના મતદારોને આહવાન કર્યું હતું. નરેન્દ્રભાઈનું ભારતનું એકમાત્ર વિકાસ એ જ લક્ષ્ય દેશ માટે સમર્પિત છે દેશ માટે જીવે છે અને મરે છે. વડાપ્રધાન પોતે પ્રધાન સેવક છે  તેઓના નેતૃત્વમાં કેન્દ્ર સરકારે પાંચ વર્ષમાં અનેક લોક કલ્યાણ અને વિકાસના કામો કર્યા છે પ્રધાનમંત્રી જનધન યોજના દ્વારા ૩૦ કરોડ ગરીબ લોકોના બેંકમાં ખાતાં ખોલવામાં આવ્યા છે મુદ્રા યોજના દ્વારા ઉદ્યોગસાહસિકોને લોન ઉપલબ્ધ કરીને નોકરીદાતા બનાવ્યા છે આયુષ્માન ભારત યોજના અંતર્ગત રૂપિયા પાંચ લાખ સુધીનું આરોગ્ય કવચ અને કરોડો  ગરીબ પરિવારોને ગેસનાચુલા આપવા ઉજવલ્લા યોજના  સહિતની  વિવિધ યોજનાઓ ગરીબ પરિવારો માટે બનાવવામાં આવશે.

આ તકે કોંગ્રેસ અને તેના ગઠબંધન પક્ષને આડે હાથે લેતા મુખ્યમંત્રીશ્રી રૂપાણીએ જણાવ્યું હતું કે એક બાજુ વડાપ્રધાન શ્રી મોદી ચોકીદાર અને બીજી બાજુ કોંગ્રેસ અને તેના સાથીઓ સહિતના ચોર ભેગાથયા છે અને ચોકીદારને  ચોર કેવા નીકળ્યો છે કોંગ્રેસ દેશને લૂટ્યો છે અને લોકોનું અપમાન કર્યુ  છે  આ બધા ભેગા થઈને મોદી હટાવો એક જ વાત લઈને નીકળ્યા છે દેશના હિત વિરુદ્ઘ કોંગ્રેસ આગળ  વધતી રહેશે  અને દેશને લૂટીને કંગાળ બનાવવાના પ્રયત્નો કરેશે પરંતુ   દેશની તિજોરી ઉપર ચોકીદાર પંજો પડવા દીધો નથી  વડાપ્રધાને તેમની દુકાનો બંધ કરી દીધી છે અને ભ્રષ્ટાચાર સામે જંગ ખેલ્યો  છે હવે તેઓને જેલમાં જવાનો વારો આવશે એટલે મોદી હટાવો એક મુદ્દો લઈને નીકળ્યા છે કોંગ્રેસ અને તેના સાથી પક્ષોનુ મજબૂરીથી જોડાણ છે ત્યારે નરેન્દ્રભાઈ મજબૂત, નિડર,અને સ્ટેબલ સરકાર બનાવશે તે નિશ્ચિત છે .

શ્રી નરેન્દ્રભાઈ મોદી એક મજબૂત સરકારની વાત કરે છે તેઓ ગરીબી, બેરોજગારી અને ભ્રષ્ટાચાર દૂર કરવા માંગે છે તેઓ અતૂટ રાષ્ટ્રવાદ અને દેશભકિતને સર્વોપરી ગણીને દેશના ઉત્કર્ષ માટે કાર્ય કરી રહ્યા છે ત્યારે કોંગ્રેસમાં ગાંધી પરિવારવાદ છે આજે ગાંધી પરિવાર માંથી પક્ષના પ્રમુખ અને વડાપ્રધાન બનાવવા જોઈએ એજ કોંગ્રેસનું લક્ષ્ય છે અને  કોંગ્રેસની ડૂબતી નાવને બચાવવા નીકળ્યા છે. રાહુલ ગાંધીમાં બાલીસ્તાન  છે અને સોશિયલ મીડિયામાં  તેમની ટીકાઓ થઇ રહી છે અને કોંગ્રેસ તેમને લઈને નીકળી છે જે દેશની ચર્ચા કરવાની વાત કરેછે. લોકસભાની ચૂંટણીમાં દેશની જનતા એ નક્કી કરવાનું છે કોના હાથમાં દેશનું સુકાન આપવુ.અમે જાતિવાદ અને તૃષ્ટિકરણની રાજનીતિમાં માનતા નથી અમે ૧૩૦ કરોડ લોકોના વિકાસની વાત કરીએ છીએ દરેકને એકસરખો અધિકાર છે. આજે મોદીજી નું નેતૃત્વ દુનિયાને પસંદ છે.આંતકવાદના ખાતમાં માટે પાકિસ્તાન અને મ્યાંમારમાં સર્જીકલ સ્ટ્રાઈક કરી.

પ્રદેશ યુવા ભાજપના મહામંત્રી શ્રી નેહલભાઈ શુકલ જણાવ્યું કે શ્રી નરેન્દ્ર ભાઈ મોદી અજય વ્યકિતત્વ છે ત્યારે યુવાનો અને આમ પ્રજાજન તેમની સાથે છે. આ પ્રસંગે જિલ્લા યુવક કોંગ્રેસના પ્રમુખ પ્રદિપસિંહ જાડેજા અને એન. એસ. યુ. આઇના પ્રમુખ જ કિશન ઝાલા ભાજપમાં જોડાયાં હતા.  શહેર ભાજપ યુવા મોરચાના પ્રમુખ પ્રદીપભાઇ ડવે  સ્વાગત પ્રવચન, આભાર દર્શન મહામંત્રી શ્રી પરેશભાઈ પીપળીયાએ  કર્યું હતું. મોહનભાઇ કુંડારીયાએ આભાર વ્યકત કર્યો હતો.આપ્રસંગે ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ, અરવિંદભાઇ રૈયાણી, લાખાભાઇ સાગઠિયા,મહિલા મોરચાના પ્રભારી અંજલીબેન રૂપાણી,લોકસભાના પ્રભારી નરહરિભાઈ અમીન, લોકસભા બેધકના ઇન્ચાર્જ ધનસુખભાઈ ભંડેરી,મેયર બિનાબેન આચાર્ય, રાજુભાઇ ધ્રુવ તેમજ ભાનુબેન બાબરિયા,ભીખાભાઇ વસોયા,દેવાંગભાઈ માકડ,જીતુભાઈ કોઠારી વિ. કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

(3:37 pm IST)