રાજકોટ
News of Monday, 15th April 2019

સરકારી મિલ્કતોને નુકસાન, ફરજમાં રૂકાવટ સહિતના ગુના વારંવાર આચરતાં અનિલ ઓઝાને પાસામાં ધકેલતા પોલીસ કમિશનર

રાજકોટઃ ગોંડલની જમીન મામલે અવાર-નવાર કલેકટર કચેરીમાં જઇ તોડફોડ, સરકારી મિલ્કતને નુકસાન અને અધિકારી-કર્મચારીઓની ફરજમાં રૂકાવટ કરવા સબબ જેની સામે અવાર-નવાર ગુના નોંધાય છે તેવા અનિલ ગુણવંતરાય ઓઝા (ઉ.૬૧-રહે. ૧૦૨-સી, સૈનિક સોસાયટી જામનગર રોડ)ને પાસામાં ધકેલવાની દરખાસ્ત પીસીબી પી.આઇ. એસ. એન. ગડ્ડુ સહિતની ટીમે મુકતાં પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે તે મંજુર કરી તેને અમદાવાદ જેલમાં ધકેલવા હુકમ કરતાં પ્ર.નગર પી.આઇ. બી.એમ. કાતરીયા, એએસઆઇ સંજયભાઇ દવે, હેડકોન્સ. કલ્પેશસિંહ ગોહિલ, વિરભદ્રસિંહ જાડેજા, સર્વેલન્સ સ્કવોડના અરવિંદભાઇ મકવાણા, દેવશીભાઇ ખાંભલા, કોન્સ. જયદિપભાઇ ધોળકીયા, જયેન્દ્રસિંહ પરમાર, પ્રદિપસિંહ ગોહિલ, હેમેન્દ્રભાઇ વાધીયા, મનજીભાઇ ડાંગર, શકિતસિંહ ગોહિલ સહિતે બજવણી કરી હતી.

(12:34 pm IST)