રાજકોટ
News of Saturday, 16th March 2019

કુબલીયાપરામાં જુગાર રમતા ત્રણ શખ્સો પકડાયા

રાજકોટ : થોરાડા પોલીસ મથકના પી.આઇ. બી.ટી. વાઢીયાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. પી.ડી. જાદવ, એ.એસ.આઇ. બી.જે. જાડેજા, હેડ કોન્સ. મુકેશભાઇ, કનુભાઇ, નરસંગભાઇ અને વિજયભાઇ સહિતના પેટ્રોલીમાં હતાં ત્યારે એ.એસ.આઇ. બી.જે. જાડેજા, નરસંગભાઇ અને કનુભાઇને મળેલી બાતમીના આધારે કુબલીયાપરા મચ્છી ચોકમાં દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા રવિ ઉર્ફે દેવરાજ બટુકભાઇ ડાભી ઉ.વ. ૩ર (રે. ગોંડલ રોડ-વિજય પ્લોટ), સુનિલ ભરતભાઇ સોલંકી ઉ.વ.૧૯ (રે. લાલપરી તળાવ, યુવરાજનગર, શેરી નં. ૭), હરેશ ભુપતભાઇ કાલરીયા ઉ.વ.૩૦ (રહે. કુભનાથપરા, વેલનાથ ચોક, કાલાવડ)ને પકડી લઇને રૂા. ૪૭૦૦ની રોકડ સહિતની મત્તા કબજે કરી  કાર્યવાહી કરી હતી.

(4:05 pm IST)