રાજકોટ
News of Saturday, 16th March 2019

ગ્રીનલેન્ડ ચોકડીએથી ૧ લાખનો વિદેશી દારૂ ભરેલી કાર ઝડપી લેતી બી-ડિવીઝન પોલીસ

રાજકોટઃ હોળી-ધૂળેટીનો તહેવાર નજીક હોઇ પોલીસ કમિશનર અને જોઇન્ટ પોલીસ કમિશનર તથા ડીસીપી અને એસીપીએ દારૂના કેસ શોધી કાઢવા આપેલી સુચના અંતર્ગત બી-ડિવીઝનની ટીમ પી.આઇ. વી. જે. ફર્નાન્ડીઝની રાહબરી હેઠળ પીએસઆઇ વી. કે. ઝાલા, હેડકોન્સ. ખોડુભા જાડેજા, ધર્મરાજસિંહ જાડેજા, કોન્સ. જયંતિભાઇ પરમાર, જીજ્ઞેશભાઇ ગઢવી, સમીરભાઇ બેલીમ સહિતની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે પીએસઆઇ ઝાલા, જીજ્ઞેશભાઇ અને સમીરભાઇને બાતમી મળતાં ગ્રીનલેન્ડ ચોકડી પાસે વોચ રાખતાં જીજે૧એચએલ-૬૭૦૧ નંબરની હોન્ડાસીટી કાર આવતાં તેને અટકાવતાં ચાલક કાર મુકી ભાગી ગયો હતો. કારમાંથી  ૧,૦૫,૬૦૦નો વિદેશી દારૂ મળતાં તે તથા ૮૦ હજારની કાર મળી કુલ રૂા. ૧,૮૫,૬૦૦નો મુદ્દામાલ કબ્જે કરી ભાગી ગયેલા ચાલકની શોધખોળ આદરી છે.

(4:04 pm IST)