રાજકોટ
News of Saturday, 16th March 2019

જબ્બર દરોડો

૧.૭૫ લાખ ચાના કપ અને ૨૩૦ કિલો પ્લાસ્ટિક જપ્ત

સોલિડ વેસ્ટ શાખા દ્વારા પ્લાસ્ટિક ચેકીંગ ઝુંબેશ : ત્રણેય ઝોનમાં ૧.૮ લાખનો વહીવટી ચાર્જ વસૂલ્યો

રાજકોટ તા. ૧૬ : સ્વચ્છ ભારત મિશન અંતર્ગત રાજકોટ શહેરને પ્લાસ્ટિક મુકત કરવા તથા લોકોમાં સફાઈ અંગે જાગૃતિ આવે તે માટે હેતુથી આજરોજ રાજકોટ મહાનગરપાલિકાની સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની મધ્ય ઝોન અને પૂર્વના જુદાજુદા વોર્ડના સેનેટરી ઇન્સ્પેકટર તથા સેનેટરી સબ ઇન્સ્પેકટરની ટીમ દ્વારા પ્રતિબંધિત પાન-માવા-ફકીનું પ્લાસ્ટિક ચેકિંગ કરવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જે દરમ્યાન મધ્ય ઝોનમાં આવેલ ચંદારાણા એજન્સીના આસામીઓ પાસેથી ૧,૫૦,૦૦૦ નંગ પ્રતિબંધિત ચા ના પ્લાસ્ટિક કપ તથા રૂા. ૨૦,૦૦૦ વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવેલ છે. તેમજ બે ઝોનમાં ૧૫૦થી વધુ વેપારીઓ પાસેથી ૨૩૦ કિલો પ્રતિબંધીત પ્લાસ્ટીક અને ૧.૭૬ લાખ પ્લાસ્ટીકના ચાના કપ જપ્ત કરી રૂા. ૯૫ હજારનો દંડ વસુલ્યો હતો.

સેન્ટ્રલ ઝોન

શહેરને પ્લાસ્ટીક મુકત કરવા તથા લોકોમાં સફાઈ અંગે જાગૃતિ આવે તે માટે  રાજકોટ મહાનગરપાલિકાની સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના મઘ્ય ઝોનના જુદાજુદા વોર્ડના સેનેટરી ઈન્સપેકટર તથા સેનેટરી સબ ઈન્સપેકટર ની ટીમ દ્વારા સઘન સફાઈ, પ્રતિબંધિત પ્લાસ્ટીક ચેકીંગ તથા જાહેરમાં ન્યુસન્સ કરતા આસામીઓને દંડ કરવાની ઝુંબેશ હાથ ધરવામાં આવેલ છે. જે દરમ્યાન મઘ્ય ઝોનના વોર્ડ નં.ર,૩,૭, ૧૩,૧૪,૧૭ ના જુદાજુદા વિસ્તારના કુલ–૮૬ આસામીઓ પાસેથી ૧પ૦ કી.ગ્રા. જેટલુ પ્રતિબંધિત પ્લાસ્ટીક તથા  રૂા.પ૩,૪૧૮ જેટલો વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવેલ છે. 

આ કામગીરી મહાનગરપાલિકાના સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના નાયબ પર્યાવરણ ઈજનેર વલ્લભભાઈ એમ. જીંજાળા, મદદનીશ પર્યાવરણ ઈજનેર ખેવનાબેન વકાણી ના માર્ગદર્શન હેઠળ મઘ્ય ઝોનના જુદાજુદા વોર્ડના સેનેટરી ઈન્સપેકટર જાખણીયા એસ. જે.,  કે.બી.ગોંડલીયા, ધગત દિલિપ એન., વાજા ડી. કે., પટેલ કે. ટી. તથા સેનેટરી સબ ઈન્સપેકટર દવે નિરવ એન., મકવાણા મેહુલ આઈ., જોષી પરેશકુમાર પી., અન્સારી સંજીવ એસ., સાગઠીયા જીતેશ એચ., અમલીયાર ભરત એફ., વાજા નિલેશ જી., પ્રજાપતિ ધીરૂ બી., બદાણી પ્રકાશ, રાઠોડ વિશાલ કે., કાચા નિલેષ એચ., રાઠોડ ભાવેશ સી., સોલંકી વિશાલકુમાર આર., સુમરા અમજદ એચ., વાગડીયા અમિત આર., મહેશ ગાંગાણી, ચાવડા મહેશ પી.  દ્વારા સઘન સફાઈ, પ્રતિબંધિત પ્લાસ્ટીક ચેકીંગ તથા જાહેરમાં ન્યુસન્સ કરતા આસામીઓને દંડ કરવાની ઝુંબેશ હાથ ધરવામાં આવેલ હતી.

ઇસ્ટ ઝોન

શહેરના પૂર્વ ઝોન પેડક રોડ પર આવેલ ચામુંડા સેલ્સ એજન્સી મોટા પ્રમાણમાં પ્રતિબંધિત પ્લાસ્ટીક તથા બહુચર પેપર પ્રોડકસ માંથી મોટા પ્રમાણમાં ચાના પ્લાસ્ટીક કપ જપ્ત કરી અને દંડ વસૂલ કરેલ છે.  તેમજ ૮૦ ફૂટ રોડ, સંતકબિર રોડ, કોઠારિયા રોડ, કુવાડવા રોડ, ભાવનગર રોડ વગેરે મુખ્ય માર્ગો પર પુર્વ ઝોનની તમામ ટીમ ધ્વારા મુખ્ય માર્ગો પર ઝુંબેશરૂપે ગંદકી ફેલાવતા તથા પ્રતિબંધિત પ્લાસ્ટીક અને ચાના પ્લાસ્ટીક કપનો ઉપયોગ કરતા આસામીઓ પાસેથી વહીવટી ચાર્જ વસુલવામાં આવેલ છે. જેમાં ૧૩૮ કિલો પ્લાસ્ટીક અને ૨૬,૧૫૦ ચાના કપ જપ્ત કરી રૂા. ૪૧,૩૫૦નો દંડ વસુલ્યો હતો.

કામગીરી કમિશ્નરની સુચના મુજબ પુર્વ ઝોનના નાયબ કમિશ્નરશ્રી સી. બી. ગણાત્રાના માર્ગદર્શન હેઠળ પુર્વ ઝોનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના નાયબ પર્યાવરણ ઈજનેર પ્રજેશ સોલંકી, મદદનીશ પર્યાવરણ ઈજનેર જીજ્ઞેશ વાઘેલા, વિલાસબેન ચિકાણી તથા વોર્ડના એસ. આઈ. ડી. કે. સીંધવ, દિપક ચાવડા, પ્રફુલ ત્રીવેદી, એન. એમ, જાદવ તથા વોર્ડના એસ. એસ. આઈ. હરેશ ગોહેલ, પ્રભાત બાલાસરા, અશ્વિન વાઘેલા, પ્રશાંત વ્યાસ, પ્રતિક રાણાવસિયા, એ. એફ. પઠાણ, જે. બી. વોરા, રમેશ પરમાર, અર્પિત બારૈયા, ભુપત સોલંકી, ભરત ટાંક તથા જય ચૌહાણ ધ્વારા કરવામાં આવેલ હતી તેમ મ્યુ. કોર્પોરેશનની સત્તાવાર યાદીમાં જણાવાયું હતું.

વેસ્ટ ઝોન

વેસ્ટ ઝોનના મવડી, કાલાવડ રોડ, અમીન માર્ગ તથા સાધુ વાસવાણી રોડ વિસ્તારમાં ૩૮ દુકાન ધારકો પાસેથી ૬.૫ કિલો પ્રતિબંધિત પ્લાસ્ટીક જપ્ત કરી રૂા. ૧૪,૫૦૦નો દંડ વસૂલ્યો હતો.

(3:48 pm IST)