રાજકોટ
News of Saturday, 16th March 2019

નિશાંત શાહની સાયન્સ ફિકશન બુક 'યુએસએસ-કોલોની'નું વિમોચન

તાજેતરમાં એમએ ખાતે નિશાત શાહની સાયન્સ ફિકશન બુક 'યુએસએસ કોલોની'નું વિમોચન સ્પીકરશ્રી રાજેન્દ્ર ત્રિવેદીના હસ્તે યોજાઈ ગયું જેમાં જય વસાવડા, પદ્મશ્રી વિષ્ણુ પંડ્યા, ક્રિષ્નકાંત ઉનડકટ, અજય ઉમટ વગેરે ભાગ લીધો હતો. નવભારત સાહિત્ય મંદિરની આ બુક અમેરિકન સ્થાપિત હિતો દ્વારા થતી મંગળના કોલોનાઈઝેશનની ફિકશન છે. અહીં નવ અમેરિકન સાહસિકોની રોમાંચક વિજ્ઞાનકથા કંડારાયેલ છે જેમાં વૈશ્વિક જીઓ-પોલિટિકસ પણ કાલ્પનિક રીતે આવરી લેવાયું છે. આ કથાનાં પાત્રો છે જહોન હેશિંગ, સુઝાન ઓર્બેટ, જોસેફ એલ્પ્રાહ, જનક કાર્લવિત્ઝ, આર્રીઆના યેત્ઝોવા, ઈસાબેલ્લ દ બોવીરોન, જયોર્જ ટ્વીટોલ, જોનાથન કલૂમાન, માર્શલ મેકમૂનીમ અને સાયબોર્ગ એમઆઈટીઆર ઉર્ફ મિત્ર. ઘણા વખત પછી કે કદાચ પહેલી આવી ગુજરાતી લિટરેચરને આ પ્રકારનાં ગ્લોબલ વિઝન આપવા વાળી બુક મળેલ છે. આ બુક નવભારત સાહિત્ય મંદિરની વેબસાઈટ ઉપરથી પણ ઉપલબ્ધ છે.(૩૭.૭)

(3:33 pm IST)