રાજકોટ
News of Saturday, 16th March 2019

નવાગામ દેવનગરમાં ચિરાગભાઇના ૪૦ હજારના લેપટોપ અને કેમેરાની ચોરી

રાજકોટ તા ૧૬  :  કુવાડવા રોડ નવાગામ દેવનગરના ઢોરે રહેતા કોળી યુવાનના મકાનમાંથી તસ્કરો રૂા ૪૦ હજારના લેપટોપ અને કેમેરો ચોરી જતા ફરીયાદ થઇ છે.

મળતી વિગત મુજબ નવાગામ સાત હનુમાન દેવનગરના ઢોરે રહેતા અને વિડીયો ગ્રાફીનું કામ કરતા ચિરાગભાઇ પ્રેમજીભાઇ રાઠોડ (ઉ.વ.૨૨) ગઇકાલે પોતાના ઘરે હતા ત્યારે તે તેના રૂમને બહારથી આગરીયો મારીને બીજા રૂમમાં ગયા હતા તે દરમ્યાન કોઇ અજાણ્યા શખ્સે રૂમનો દરવાજો ખોલી અંદર પ્રવેશ કરી થેલામાંથી રૂા ૧૦ હજારનું લેપટોપ તથા ૩૦ હજારની કિંમતનો કેમેરો, ચાર્જર અન ેચાર મેમરી કાર્ડ મળી રૂા ૪૦  હજારની મતા ચોરી ગયો હતો . થોડીવાર બાદ  ચીરાગભાઇ આવ્યા ત્યારે રૂમનો દરવાજો ખુલ્લો અને થેલામાંથી  લેપટોપ અને કેમેરો ગાયબ જોતા ચોરી થઇ હોવાની ખબર પડી હતી. આ અંગે જાણ કરતા કુવાડવા પોલીસ મથકના એ.એસ.આઇ. ફતેસિંહ સોલંકી તથા રાઇટર જેન્તીભાઇએ  ચીરાગભાઇની  ફરિયાદ દાખલ કરી હતી. આ અંગે પી.એસ.આઇ. વી.પી. આહીરે તપાસ આદરી છે. (૩.૮)

 

(3:30 pm IST)