રાજકોટ
News of Sunday, 16th February 2020

ગંગોત્રી પાર્કના હિરેન ઉર્ફે અજય પાસે સોપારીના અઢી લાખની ઉઘરાણી કરી ચાર શખ્સોનો હૂમલો

પ્રફુલ, સમીર સહિત ચાર સામે ગુનો નોંધાયો

રાજકોટઃ યુનિવર્સિટી રોડ પર ગંગોત્રી પાર્ક બ્લોક નં.૨૨માં શિલ્‍પન ઓર્નેક્સ બિલ્ડીંગની બાજુમાં રહેતા હિરેનભાઇ ઉર્ફે અજયભાઇ મહેશભાઇ જોગીયા (ઉ.વ.૩૦) (સોની) તેના ગાંધીગ્રામ લાખના બંગલા પાસે સત્યનારાયણ નગરમાં રહેતા મિત્ર રાકેશભાઇ બાબુલાલ સત્યદેવ જે ફાકીના પાર્સલ કરવાનો વ્‍યવસાય કરતા હોઇ ત્યાં કામ કરતા હતા ત્‍યાં હિરેનભાઇ ઉર્ફે અજયભાઇને સોપારીના ડીલરને ફોન કરી રાકેશભાઇ સત્યદેવના નામે સોપારીના ડીલર પાસે સોપારી મંગાવવાનું કામ કરતા હતા. બાદ હિરેનભાઇએ રાકેશભાઇના નામે સોપારીના વેપારી પ્રફુલભાઇ પાસેથી સોપારી મંગાવેલ બાદ પ્રફુલ રૂૂ.૨,પ૩,૦૦૦ની ઉઘરાણી હિરેનભાઇ પાસે કરતા તેણે તેના શેઠ રાકેશભાઇ પાસે રૂપિયા લેવાનું કહેતા પ્રફુલ, સમીર તથા બે અજાણ્યા શખ્સોએ હિરેનભાઇને પ્લાસ્ટીકના પાઇપ વડે માર માર્યો હતો.

આ અંગે યુનિવર્સિટી પોલીસે ચારેય શખ્સો વિરૂદ્ધ ગુનો દાખલ કરી એ.એસ.આઇ. હરદેવસિંહ રાયજાદાએ તપાસ હાથ ધરી છે.

(1:23 pm IST)