રાજકોટ
News of Saturday, 16th February 2019

ચેક પાછો ફરતા કોર્ટમાં ફોજદારી ફરિયાદ થતાં આરોપીને હાજર થવા સમન્સ

રાજકોટ તા. ૧૬ :.. અત્રેના ભાવેશ અનિલભાઇ કોઠારી સામે રાજકોટની કોર્ટમાં ચેક રીર્ટન થયા અંગેની ફરીયાદ રાજેશભાઇ રમણીકભાઇ શાહે દાખલ કરેલ હોય ફરીયાદ રજીસ્ટરે લઇ આરોપી સામે સમન્સ ઇસ્યુ કરવાનો કોર્ટે હુકમ કરેલ છે.

આ કેસની ટૂંકમાં હકિકત એવા પ્રકારની છે કે ફરીયાદી રાજકોટ મુકામે વેપાર કરતા હોય અને ભાવેશભાઇની માલીકી કબ્જા ભોગવટાનો ફલેટ રાજકોટ તાલુકાના રાજકોટ શહેરમાં સમાવિષ્ટ થયેલ મોજે ગામ રૈયાના રેવન્યુ સરવે નં. ૧ર૯ પૈકીની જમીન બીનખેડવાણ થતાં તેના બીનખેડવાણ અને ઇમારત બાંધવાની મંજૂરીવાળી જમીન ફલેટ આ કામના ફરીયાદી સાથે સોદો ર૮,૦૦,૦૦૦ અંકે રૂપિયા અઠયાવીસ લાખ પુરામા થયેલ અને ફરીયાદી જોગ રજીસ્ટર સાટાખત કરાર કરી આપેલ અને તેમાં અમો ફરીયાદી દ્વારા રૂ. ૪,૦૦,૦૦૦ અંકે રૂપિયા ચાર લાખ પુરા સુથી તથા અવેજ પેટે કોટક મહીન્દ્રા બેંકના ચેક સદરહુ ફલેટ ઉપર બેંકની લોન હોવાથી બેંકની લોન મુદતમાં ભરપાઇ ન કરતા ફરીયાદી જોગ થયેલ સાટાખત કરારમાં મુદત વધારાનો કરાર કરી આપેલ. ત્યારબાદ બેંકની લોન ભરપાઇ ન થતા ફરીયાદી તથા આરોપી વચ્ચે થયેલ સોદો રદ કરેલ. અને તે પેટે ભાવેશભાઇ કોઠારીએ ફરીયાદીએ આપેલ રકમ રૂ. ૪,૦૦,૦૦૦ ચાર લાખ પુરાનો ચેક આપેલ. સદરહું ચેક બેન્કમાં રજૂ કરતા ચેક ફંડ ઇન્સફીસીયન્ટ ના શેરા સાથે રીર્ટન થયેલ હતો. આ ફરીયાદના અનુસંધાને અદાલતે ફરીયાદીની ફરીયાદ રજીસ્ટરે લઇ તહોમતદાર ભાવેશ અનીલભાઇ કોઠારી સામે સમન્સ કાઢી કોર્ટમાં હાજર રહેવાનો હુકમ કરેલ છે.

આ કામમાં ફરીયાદી રાજેશભાઇ રમણીકભાઇ શાહ વતી રાજકોટના એડવોકેટ શ્રી રાકેશ ટી. કોઠીયા, તથા નમીતા આર. કોઠીયા તથા નિશાંત ગોસ્વામી રોકાયેલા હતાં. (પ-૩૯)

(3:38 pm IST)