રાજકોટ
News of Friday, 16th February 2018

મેટાડોના મયુર પરમારને ખીરસરા પેલેસ પાસે બે શખ્સે છરી ઝીંકી

રાજકોટ તા. ૧૬: મેટોડા જીઆઇડીસી ગેઇટ નં. ૩માં રહેતાં મયુર કિશોરભાઇ પરમાર (ઉ.૨૫) નામના દલિત યુવાનને રાત્રે ખીરસરા પેલેસ પાસે હતો ત્યારે મુસ્તાક  અને ચેતન નામના શખ્સે આવી ઝઘડો કરી છરીથી હુમલો કરી હાથે-પગે ઇજા કરતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં લોધીકા પોલીસને જાણ કરાઇ હતી. જો કે આ યુવાન રાત્રે જ હોસ્પિટલમાંથી રજા લઇ જતો રહ્યો હતો.

 

 

(12:54 pm IST)