રાજકોટ
News of Saturday, 16th January 2021

વીટીવી પર આવી રહ્યો છે ગુજરાતી લોકો માટેનો ગુજરાતી ભાષાનો સોૈ પ્રથમ રિયાલીટી શો-'સવાલોના સવા કરોડ'

રાજકોટના તન્વી પ્રોડકશનનું નઝરાણું: મુખ્યમંત્રી વિજયભાઇ રૃપાણીના હસ્તે કાલે રજીસ્ટ્રેશન લાઇન ખુલશે : હારી જનારાઓને પણ મળશે ઇનામઃ ઘરે બેઠા પણ લઇ શકાશે ભાગઃ જ્ઞાન-ગમ્મત સાથે ઇનામો આપતો પહેલો શો-સિધ્ધાર્થ રાંદેરીયાઃ લોકડાઉનમાં છ મહિના રિસર્ચ કર્યા પછી આ શો લાવવાનું નક્કી કર્યુ-વિમલ મુંગરાઃ પત્રકાર પરિષદમાં વિગતો અપાઇ : રંગભુમિ અને ફિલ્મોના જાણીતા કલાકાર સિધ્ધાર્થ રાંદેરીયા કરશે શોનું સંચાલનઃભાગ લેવા માટે રજીસ્ટ્રેશન કરાવવું

સવાલોના સવાકરોડ...નામનો ગુજરાતી રિયાલીટી શો શરૃ થવા જઇ રહ્યો છે તેની માહિતી આપતા તન્વી પ્રોડકશન્સના વિમલ મુંગરા, શોના હોસ્ટ અભિનેતા સિધ્ધાર્થ રાંદેરીયા તથા તન્વી પ્રોડકશન્સના અન્ય કર્તાહર્તા જોઇ શકાય છે (ફોટોઃ અશોક બગથરીયા)

રાજકોટ તા. ૧૬: 'જ્ઞાન અને હિમતનો સુમેળ કરાવશે પૈસાનો મેળ, સવાલોના સવા કરોડ...બદલશે તમારું નસિબ'. ગુજરાતી લોકો માટે ગુજરાતી ભાષામાં વીટીવી પર સોૈ પ્રથમ વખત સોૈથી મોટો રિયાલીટી શો 'સવાલોના સવાકરોડ ' શરૃ થવા જઇ રહ્યો છે. જેમાં તમામ સવાલો અને જવાબો ગુજરાતી ભાષામાં હશે. રંગભુમિના જાણીતા અભિનેતા સિધ્ધાર્થ રાંદેરીયા સામાન્ય જ્ઞાનના પ્રશ્નો ઉપર અધારીત આ શોના હોસ્ટ (સંચાલક) તરીકે કામ કરશે. રાજકોટ માટે ગોૈરવ લેવા જેવી બાબત એ છે કે આ શોનું નિર્માણ રાજકોટના તન્વી પ્રોડકશન્સ પ્રા.લિ. દ્વારા કરવામાં આવ્યું છે. પત્રકાર પરિષદમાં સિધ્ધાર્થ રાંદેરીયા અને તન્વી પ્રોડકશન્સના વિમલ મુંગરાએ વિગતો જણાવી હતી.

સિધ્ધાર્થ રાંદેરિયાએ જણાવ્યું હતું કે ગુજરાતના લોકો માટે ગુજરાતી ભાષામાં આ શૌ પ્રથમ મોટો રીયાલીટી શો છે. જેના બધા સવાલો જવાબ પણ ગુજરાતી ભાષામાં હશે. આ શો જે ગુજરાતની શ્રેષ્ઠ માહીતી આપતા 'વીટીવી ગુજરાતી' ઉપર રાતે ૯:૩૦ થી ૧૦:૩૦ના સમયમાં પ્રસારીત થશે. નાના મોટા સોૈ પરિવારજનો સાથે બેસીને માણી શકે એવો આ શો જ્ઞાન સાથે ગમ્મત અને સાથે અધધધધ ઇનામો પણ આપશે. ગુજરાતી ભાષાનો આવો પહેલો જ શો આવ્યો છે. જેનો તમામ ગુજરાતીઓને લાભ મળશે. 

તન્વી પ્રોડકશન્સના વિમલ મુંગરાએ જણાવ્યું હતું કે 'સવાલોના સવાકરોડ'  શો કે જે તમારું નસિબ બદલી નાંખશે. આ શોમાં ભાગ લેવા માટેના નિયમો એકદમ સરળ છે. જે કોઈ ભારતના નાગરીક હોય અને સારી રીતે ગુજરાતી ભાષાના જાણકાર હોય તેમજ ઉમર વર્ષ ૨૦૨૦ પુર્ણ થયે ૧૬ વર્ષ કે તેથી વધુ હોય તે લોકો આ શોમાં ભાગ લઈ શકે છે.

 મુખ્ય મંત્રીશ્રી વિજયભાઇ રૃપાણીના વરદ હસ્તે આવતીકાલે ૧૭મીએ શોની રજીસ્ટ્રેશન લાઇન ઓપન કરવામાં આવશે. ૪ ફેબ્રુઆરી ૨૦૨૧ સુધી ખુલી રહેશે રજીસ્ટ્રેશન કરાવી શકાશે. આ શો માં ભાગ લેવા માટે ઇચ્છુક સ્પર્ધકોએ   www.sscgujarat.com પર લોગઇન કરી અથવા ssc Gujarat એન્ડરોઇડ તથા iOS એપ્લીકેશન ઉપર રજીસ્ટ્રેશન કરાવવું ફરજીયાત છે.

જયારે તમે વેબસાઇટ અથવા એપ્લીકેશન ઉપર થી રજીસ્ટ્રેશન કરાવો છો, ત્યારે તમને એક રજીસ્ટ્રેશન આઇડી તમારા રજીસ્ટર મોબઇલ નંબર અથવા ઇમેઇલ દ્વારા મળશે, જે ભવિષ્યમાં આગળના રાઉન્ડમાં આગળ વધવા માટે ઉપયોગી બનશે.આ શોમાં મહીલા અને પુરૃષોને સમાન અને એક સરખું પ્રભુત્વ આપવામાં આવશે, આ શો ગુજરાતમાં રહેતા ઉતમ અને ટેલેન્ટેડ લોકોને બહાર લાવવાં તમેજ તે લોકોને ધનની પ્રાપ્તી થાય તે માટેનો પ્રયાસ છે.

રજીસ્ટ્રેશન પૂર્ણ થઇ ગયા બાદ તેમના સાત દિવસની અંદર શોમાં આગળ વધવા માટેની પ્રકીયા રજીસ્ટર મોબાઇલ નંબર તથા મેઇલ એડ્રેસ તેમજ એપ્લીકેશન ઉપર નોટીફીકેશન દ્વારા આપવામાં આવશે. આમ છતા તેમની વધુ માહીતી માટે www.sscgujarat.com ની વેબસાઇટ ઉપર તેમની ટર્મ્સ એન્ડ કન્ડીશન્સ વિગતવાર આપેલા છે. આ શોની અંદર પ્રતિસ્પર્ધીઓનેએક બીજા સાથે સામાન્ય જ્ઞાનના ચાર સવાલ જવાબની પ્રશ્નોતરી રમાડવામાં આવશે. તેમા ઓછા સમયમાં અને સૌથી વધુ સાચા પ્રશ્નોના ઉત્તર આપવા વાળા વ્યકિત આગળના રાઉન્ડ સુધી પહોચશે.

 સામાન્યજ્ઞાનના સવાલોના જવાબો આપી રૃા.૧૧,૧૧૧ થી લઈને ૧,૨૫,૦૦,૦૦૦ (સવા કરોડ)  રૃપિયા જીતવા માટેનો મોકો મળશે. આ શોમાં ૧-એ, ૧-બી, ૧-સી, ૨-એ, ૨-બી, ૩-એ, ૩-બી અને કવાટર ફાઇનલ, સેમી ફાઇનલ અને ફાઇનલ સુધીના દસ રાઉન્ડ હશે. શો દરમીયાન જે લોકો રાઉન્ડ ૧-એ સુધી જ પહોચી શકે છે, તેમને પણ રૃા. ૧૧,૧૧૧ મળશે. રાઉન્ડ ૧-બી સુધી પહોચે છે તેમને રૃા. ૨૨,રરર મળશે. રાઉન્ડ ૧-સી સુધી પહોચે છે તેમને રૃા. ૩૩, ૩૩૩  મળશે. તેમજ રાઉન્ટ ૨-એ સુધી  પહોચે છે તેમને રૃા. ૫૫,૫૫૫ મળશે. રાઉન્ડ ૨-બી સુધી પહોચે છે તેમને રૃા. ૧, ૧૧, ૧૧૧ મળશે.

આ ઉપરાંત જે લોકો રાઉન્ડ ૩-એ સુધી પહોચે છે તેમને રૃા. ૨,૨૨,૨૨૨ મળશે. રાઉન્ડ ૩-બી સુધી પહોચે છે તેમને રૃા. ૪,૪૪,૪૪૪ મળશે. જે લોકો કવાટર ફાઇનલ સુધી પહોચે છે તેમને રૃા. ૮,૮૮,૮૮૮ મળશે. જે લોકો સેમી ફાઇનલ સુધી પહોચે છે તેમને રૃા. ૨૦,૯૯,૯૯૯ મળશે. જ્યારે જે ફાઇનલ રાઉન્ડ સુધી પહોચે છે તેમાં રનર્સઅપને રૃા. ૫૦,૯૯,૯૯૯ તથા ફાઇનલ વિજેતાને રૃા. ૧,૨૫,૦૦,૦૦૦ (સવા કરોડ) મળશે. 

આ ઉપરાંત જે લોકો ઘરે રહીને સવાલોના જવાબ આપશે તે લોકોને 'ડેઇલી માલામાલ' કોન્ટેસ્ટ હેઠળ દરરોજ ૫૦ વ્યકતિને રૃા. ૫,પપપ મળશે.

આ શો અંગેની કોઇપણ પ્રકારની માહીતી મેળવવી હોય તો ટોલ ફ્રી નંબર ૦૮૦૬૮૮ ૮૦૦૦૦ પર અથવા contact@tanviproductions.com પર કોન્ટેકટ કરી શકાય છે. તેમ વધુમાં જણાવાયું હતું.

વિમલ મુંગરાએ વધુમાં કહ્યું હતું કે લોકડાઉનના છ મહિનાના સમયમાં અમે રિસર્ચ કરી ગુજરાતીઓને મનોરંજન સાથે દામ પણ મળે તેવા એક શોને રજૂ કરવાની વિચારણા કરી, રિસર્ચ કર્યુ અને શો તૈયાર કર્યો. શોના પ્રસારણ વખતે દરરોજ કોઇને કોઇ સેલિબ્રિટી પણ હાજર રહે તેવું આયોજન પણ વિચારાયું છે.

(11:49 am IST)