રાજકોટ
News of Wednesday, 16th January 2019

ધનસુખ ભંડેરીના સુપુત્ર રોહનના લગ્નોત્સવમાં આનંદના અબીલ - ગુલાલ : મુખ્યમંત્રી, આગેવાનોએ શુભેચ્છા વરસાવી : સંતો - મહંતોએ આર્શીવાદ વરસાવ્યા

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહે નવદંપતિને શુભેચ્છાસંદેશ પાઠવી આર્શીવાદ આપ્યા

રાજકોટ : ગુજરાત મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડના ચેરમેન શ્રી ધનસુખભાઈ ભંડેરી અને શ્રીમતી કૈલાશબેનના સુપુત્ર ચિ.રોહનના શુભલગ્ન મુળ અમરેલી હાલ વલ્લભ વિદ્યાનગર નિવાસી શ્રી બળવંતભાઈ લીંબાસીયા (પટેલ) તથા શ્રીમતી રસીલાબેનના સુપુત્રી ચિ.હેમાલી સાથે આણંદ મુકામે ધામધૂમથી સંપન્ન થયા હતા. ત્યારબાદ રાજકોટ ખાતે નવદંપતિનો સત્કાર સમારંભ યોજાયો હતો. આ પ્રસંગે કર્ણાટકના રાજયપાલ શ્રી વજુભાઈ વાળા, રાજયના પૂર્વ મુખ્યમંત્રી શ્રી કેશુભાઈ પટેલ, મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી, શ્રીમતી અંજલીબેન રૂપાણી, નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ, તેમજ મંત્રીઓ સર્વેશ્રી આર.સી. ફળદુ, ભુપેન્દ્રસિંહ ચુડાસમા, કૌશિકભાઈ પટેલ, સૌરભભાઈ પટેલ, જયેશભાઈ રાદડીયા, કુંવરજીભાઈ બાવળીયા, પરબતભાઈ પટેલ, બચુભાઈ ખાબડ, જયદત્તસિંહ પરમાર, ઈશ્વરસિંહ પટેલ, વાસણભાઈ આહિર, શ્રીમતી વિભાવરીબેન દવે, શ્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદી, શ્રી પંકજભાઈ દેસાઈ તેમજ પ્રદેશ ભાજપના આગેવાનો સર્વેશ્રી જીતુભાઈ વાઘાણી, ભીખુભાઈ દલસાણીયા, ભરતસિંહ પરમાર, કે.સી. પટેલ, શબ્દશરણભાઈ બ્રહ્મભટ્ટ, આઈ.કે. જાડેજા, શ્રીમતી જશુબેન કોરાટ, રમણભાઈ સોલંકી, ડો.જીવરાજભાઈ ચૌહાણ, પ્રદિપસિંહ વાઘેલા, શ્રીમતી દર્શિનીબેન કોઠીયા તથા પૂર્વ મંત્રીઓ સર્વેશ્રી શંકરભાઈ ચૌધરી, દિલીપભાઇ સંઘાણી, વસુબેન ત્રિવેદી, ચિમનભાઈ સાપરીયા, વી.વી.વઘાસીયા, કિરીટસિંહ રાણા, શ્રીમતી ચંદ્રિકાબેન ચુડાસમા, જયંતિભાઈ કાલરીયા તથા બોર્ડ નિગમના ચેરમેનોશ્રી મુળુભાઈ ડેરા, ગિરીશભાઈ શાહ, ટી.એમ. પટેલ, પંકજભાઈ ભટ્ટ, દિલીપસિંહ ચુડાસમા, શ્રીમતી જયોતિબેન  વાછાણી, ભુપતભાઈ ડાભી, જાગૃતિબેન પંડ્યા, લીલાબેન અંકોલીયા, મેઘજીભાઈ કણઝારીયા, ભવાનભાઈ ભરવાડ, નરેન્દ્રભાઈ સોલંકી, હંસરાજભાઈ ગજેરા, રાજશીભાઇ જોટવા, રાજેશભાઈ પાઠક, બાબુભાઈ જેબલીયા તેમજ મેયરશ્રીઓ બીનાબેન આચાર્ય (રાજકોટ), હસમુખભાઈ જેઠવા (જામનગર), આદ્યશકિતબેન મજમુદાર (જૂનાગઢ), મનહરભાઈ મોરી (ભાવનગર), જિલ્લા ભાજપના પ્રમુખશ્રીઓ કમલેશભાઈ મિરાણી (રાજકોટ), ડી.કે.સખીયા (રાજકોટ જીલ્લો), હસમુખભાઈ હિંડોચા (જામનગર શહેર), ચંદ્રેશભાઈ પટેલ (જામનગર જિલ્લો), કાળુભાઈ ચાવડા (દેવભૂમિ દ્વારકા), શશીકાંતભાઈ ભીમાણી (જૂનાગઢ શહેર),  કિરીટભાઈ પટેલ (જૂનાગઢ જિલ્લો), ઝવેરીભાઈ ઠકરાર (ગીર સોમનાથ જિલ્લો), હીરેનભાઈ હિરપરા (અમરેલી જિલ્લો), દિલીપભાઈ પટેલ (સુરેન્દ્રનગર જિલ્લો) તેમજ ધારાસભ્યો સર્વેશ્રી ડો.નિમાબેન આચાર્ય, ધર્મેન્દ્રસિંહ જાડેજા, અરવિંદભાઈ રૈયાણી, ગોવિંદભાઈ પટેલ, લાખાભાઈ સાગઠીયા, જયરાજસિંહ જાડેજા, બ્રિજેશભાઈ મેરજા તેમજ ધારાશાસ્ત્રી શ્રી અભયભાઇ ભારદ્વાજ, શ્રીમતી અલ્કાબેન ભારદ્વાજ, શ્રી રમેશભાઈ રૂપાપરા, પ્રદેશ ભાજપ અગ્રણી શ્રી નીતિનભાઈ ભારદ્વાજ અને શ્રીમતી વંદનાબેન ભારદ્વાજ, ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ શ્રી નરેશભાઈ પટેલ, બાન લેબવાળા શ્રી મૌલેશભાઈ પટેલ, બાલાજી વેફર્સવાળા શ્રી ભીખુભાઈ વિરાણી, શેઠ બિલ્ડરવાળા શ્રી મુકેશભાઈ શેઠ, શ્રી અતુલભાઈ શેઠ, ચેમ્બરના પૂર્વ પ્રમુખ શ્રી હિતેશભાઈ બગડાઈ, શ્રી શિવલાલભાઈ બારસીયા, શ્રી વી.પી. વૈષ્ણવ, શ્રી હસુભાઈ દવે, શ્રી કિશોરભાઇ મોંગલપરા, શ્રી શિવલાલભાઈ ભંડેરી, શ્રી કૌશિકભાઈ શુકલ, શ્રી નલીનભાઈ વસા તેમજ પ્રદેશ કોંગ્રેસ મહિલા પ્રમુખ શ્રીમતી ગાયત્રીબા અશોકસિંહ વાઘેલા, શ્રી અશોકભાઈ ડાંગર, શ્રી જીતુભાઈ ભટ્ટ, શ્રી મહેશભાઈ રાજપૂત સહિતના કોંગ્રેસી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત આઈએએસ અધિકારીઓ સર્વેશ્રી અંજુબેન શર્મા, શ્રી અમૃતભાઈ પટેલ, શ્રી પટ્ટણીજી, પૂર્વ કલેકટર શ્રી વિક્રાંત પાંડે, આણંદના કલેકટર શ્રી દિલીપ રાણા, મોરબી કલેકટર શ્રી માંકડીયા, રાજકોટ કલેકટર શ્રી રાહુલ ગુપ્તા, મ્યુનિસિપલ કમિશ્નર શ્રી બંછાનિધિ પાની, પોલીસ કમિશ્નર શ્રી મનોજ અગ્રવાલ, રેન્જ આઈજીપી શ્રી શમશેરસિંહ, જોઈન્ટ પોલીસ કમિશ્નર શ્રી ખત્રી, શ્રી એમ.કે. પટેલ (ગાંધીનગર) તેમજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કાર્યકારી કુલપતિ શ્રીમતી નિલાંબરીબેન દવે, પૂર્વ કુલપતિ શ્રી કમલેશભાઈ જોષીપુરા, શ્રી મહેન્દ્રભાઈ પાડલીયા, શ્રી કલ્પકભાઈ ત્રિવેદી, શ્રી ડી.એમ. પટેલ, હેલીબેન ત્રિવેદી, શ્રી લાભુભાઈ ખીમાણીયા, શહેર ભાજપ પ્રમુખ શ્રી કમલેશભાઈ મિરાણી, સ્ટેન્ડીંગ કમીટીના ચેરમેન શ્રી ઉદયભાઈ કાનગડ,  શહેર ભાજપ મંત્રી કિશોરભાઈ રાઠોડ, ભીખાભાઈ વસોયા સહિત વિવિધ ક્ષેત્રના આગેવાનો, અધિકારીઓ, પદાધિકારીઓએ ઉપસ્થિત રહી નવદંપતિને સુભાશિષ આપ્યા હતા. આ ઉપરાંત જામનગર ખીડા મંદિરના અને પ્રણામી સંપ્રદાયના વડા પૂ.કૃષ્ણમહારાજશ્રી તેમજ વડતાલ સંપ્રદાયના પૂ.નૌતમસ્વામી અને નારણસ્વામીએ ખાસ ઉપસ્થિત રહી આર્શીવચન આપ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે શ્રી ધનસુખભાઈ ભંડેરીના સુપુત્ર ચિ.રોહન કે જેઓએ કેલીફોર્નિયામાં અભ્યાસ કરી માસ્ટર ઓફ એન્જીનિયરીંગ ઈન કોમ્પ્યુટરનો અભ્યાસ અમેરીકાની સેનહોજે સ્ટેટ યુનિવર્સિટીમાં કર્યો છે. હાલમાં તેઓ કેલીફોર્નિયાની સેનફ્રાન્સેસ્કોમાં આવેલી એડોબી કંપનીમાં સોફટવેર એન્જીનિયર તરીકે છેલ્લા ૩ વર્ષથી સેવારત છે. જયારે ચિ.હેમાલી એ વલ્લભ વિદ્યાનગરમાં ઈલેકટ્રોનિસ એન્ડ કોમ્યુનિકેશન (ઈ.સી.)માં માસ્ટર ડિગ્રી મેળવી છે.  ચિ.રોહન અને ચિ.હેમાલીને પિતા ધનસુખભાઈ ભંડેરી (મો.૯૯૦૯૦ ૩૧૩૧૧), માતા કૈલાશબેન, દાદા ચુનીભાઈ, દાદી લાભુબેન, બહેન દેવશ્રી, જમાઈ શ્રી નિરવ વસોયા તેમજ સમગ્ર ભંડેરી પરિવારે નવદંપતિ ઉપર આર્શીવાદ વરસાવ્યા હતા.

(4:04 pm IST)