News of Wednesday, 16th January 2019
નવો ઇતિહાસ સર્જનાર નરશીભાઇ કહે છે...
કોંગ્રેસમાં સંગઠ્ઠન જેવું કાંઇ છે જ નહી ભાજપમાં રહી વિકાસને વેગ આપવો છે
રાજકોટઃ આગામી ૨૭ના યોજાનાર વોર્ડ નં.૧૩ના કોંગ્રેસના સતાવાર ઉમેદવાર નરશીભાઇ પટોરિયાએ તેઓનુ ઉમેદવારી ફોર્મ પરત ખેંચી અને ભાજપનો કેસરિયો ખેસ ધારણ કરી કોંગ્રેસની આબરૂ લુંટી લીધી છે. ત્યારે આ અંગે તેઓએ 'અકિલા'ને જણાવ્યુ હતુ કે કોંગ્રેસમાં સંગઠન જેવુ કંઇ છેજ નહી. જ્ઞાતિવાદમાં ભટકેલી કોંગ્રેસમાં કોઇને સહયોગ-માન-સન્માન મળતુ નથી આથી ભાજપની વિકાસની રાજનીતીને પસંદ કરી છે કોઇ પણ જાતની અપેક્ષા લોભ કે લાલચ વગર ભાજપમાં પ્રવેશ કરી લોકોમાં વિકાસ કાર્યો કરવાનો હેતુથી ભાજપમાં પ્રવેશ કર્યો હોવાનુ શ્રી પટોરિયાએ જણાવ્યુ હતુ.
(3:43 pm IST)