રાજકોટ
News of Sunday, 15th December 2019

ગ્રીનલેન્ડ ચોકડી પાસે દારૂની ૧ર બોટલ સાથે મનિષ હેરમા પકડાયો

રાજકોટઃ શહેરની ગ્રીનલેન્ડ ચોકડી પાસેથી એક શખ્સ દારુના જથ્થા સાથે નિકળવાનો હોવાનલી બાતમીના આધારે બીડીવીઝન પોલીસ મથકના પી.એસ.આઇ એન.જે. જાડેજા તથા રાજદિપસિંહ ઝાલા સહિત ગ્રીનલેન્ડ ચોકડી નજીક વોચમા હતા ત્યારે જીથરીયા પીરની દરગાહ પાસેથી જીજે૩ડીકયુ- ૪૩૮૭ નંબરના એકસેસ માંથી  દારૂની ૧ર બોટલ સાથે મનીષ પરબતભાઇ હેરમા (ઉ.૩૩) ગ્રીનલેન્ડ ચોકડી, ગાયત્રી સોસાયટી શેરી નં.ર વાળાને પકડી લીધો હતો જયારે ધવલ કીશોરભાઇ વાઢેરની શોધખોળ હાથ ધરી છે.

 

(11:35 am IST)