રાજકોટ
News of Friday, 15th November 2019

બીનખેતીમાં હવે પ્રિમીયમ ભરાશે કે ઓટોમેટીક બીનખેતી થઇ જશેઃ રરમીએ ઓનલાઇન અંગે ગંધીનગરમાં સેમીનાર

રરમીએ કલેકટર કોન્ફરન્સઃ તકરારી સહિત તમામ નોંધનો ૯૦ દિ'માં નિકાલ કરવા પણ આદેશો : ડીસેમ્બરમાં રાજકોટ જીલ્લાની ચિંતનશીબીરઃ ઘેલાસોમનાથ ખાતે યોજવા અંગે નિર્દેશ : ૭/૧ર-૮/અના ઉતારાના ૧II કરોડ કાગળો સ્કેન કરી ઓનલાઇન મૂકવાનું શરૂ

રાજકોટ તા.૧પ : બીનખેતીમાં હવે અરજદારો હુકમ બાદ પ્રિમીયમ-રૂપાંતર કર ભરશે કે ઓટોમેટીક બીનખેતી થઇ જશે, આ  ટાઇપનો મહત્વનો સોફટવેર-ઓનલાઇન પ્રક્રિયામાં અમલમાં આવી ગયાનું આજે એડી.કલેકટરશ્રી પરિમલ પંડયાએ પત્રકારોને જણાવ્યું હતું.

આજે તમામ એડી.કલેકટરો સાથે સચિવશ્રી માંકડીયાની ખાસ વીલી હતી અનેતેમાં જરૂરી સૂચનાઓ અપાઇ હતી.

તેમણે જણાવેલ કે સરકારે મહેસુલમાં જે ૭ પ્રકારના નવા સૂધારા ઓનલાઇન કર્યા છે. તેની રર મીએ ગાંધીનગર ખાતે મહાત્મા મંદિરમાં ઓલ કલેકટરો માટે સ્પે.તાલીમ રખાઇ છ.ે અને તે દિવસે જ ખાસ કલેકટર કોન્ફરન્સ પણ યોજાશે.

તેમણે જણાવેલ કે હવે દરેક જીલ્લામાં એક જ ટેબલ કે બ્રાંચમાં ૩ વર્ષ કે તેથી વધૂ સમયથી નાયબ મામલતદાર કે કારકુન ફરજ બજાવતા હશે તેમની બદલી કરી દેવાશે.

હવ ેતમામ પ્રકારની નોંધનો ૯૦ દિ'માં નિકાલ લાવવા, અરજદાર વારસાઇ હક માટે અરજી કરી શકે તેવી પણ સુચના અપાઇ છે.

એડી.કલેકટરે ઉમેર્યું હતું કે ખૂલ્લી કોર્ટમાં ચૂકાદા આપવા એ રાજયભરમાં સૌ પ્રથમ રાજકોટ કલેકટર તરફથી શરૂઆત થઇ છે, અને તેની સરકાર લેવલે નોંધ પણ લેવાઇ છે. શ્રી પરિમલ પંડયાએ જણાવ્યું હતું કે, રાજકોટ જીલ્લાની ચિંતન શીબીર ડીસેમ્બરમાં ઘેલા સોમનાથ, ઓસલ ડુંગર કે ઇશ્વરીયા પાર્ક ખાતે નોંધાય તેવી શકયતા છે.

તેમણે ઉમેર્યું હતું કે, ર૦૧૭ પહેલા ૭/૧રના ૬/૮,ના ઉતારા સ્ક્રેન કરી દેવાયા છે, તેની એન્ટ્રી કરી ઓનલાઇન મૂકી દેવાશે, કુલ દોઢ કરોડ કાગળો ઓનલાઇન મૂકવા અંગે ટેન્ડર બહાર પડાયા છે, અને કામગીરી શરૂ કરી દેવાઇ છે. ૩ મહિનામાં તમામ તાલુકામાં અમલવારી થઇ જશે, આ માટે ૧૦-૧૦ લોકોની ટીમો પણ મૂકાઇ છે.

(3:52 pm IST)