રાજકોટ
News of Friday, 15th November 2019

વોર્ડ નં.૧૦ માં અલય રેસીડેન્સીમાં પેવર બ્લોકનું ખાતમુહુર્ત

 વોર્ડ નં. ૧૦ ભાજપના જાગૃત કોર્પોરેટરો અને સંગઠનની ટીમ દ્વારા અલય રેસીડેન્સીમાં પેવર બ્લોકનું કામ મંજુર કરાવવામાં આવતા વોર્ડ પ્રમુખ રજનીભાઇ ગોલના હસ્તે ખાતમુહુર્ત કરવામાં આવ્યુ હતુ. સત્યસાંઇ મેઇન રોડ પર અલય રેસીડેન્સી ખાતે યોજાયેલ આ ખાતમુહુર્ત કાર્યક્રમમાં કોર્પોરેટર અશ્વિનભાઇ ભોરણીયા, જયોત્સનાબેન ટીલાળા, વોર્ડ  મહામંત્રી હરેશભાઇ કાનાણી, પરેશભાઇ તન્ના, સ્થાનીક અલય રેસીડેન્સીના પ્રમુખ જગદીશસિંહ જાડેજા, ઉપપ્રમુખ ધનજીભાઇ, સેક્રેટરી ભરતભાઇ તેમજ સભ્યો ભગવાનજીભાઇ, અમરીશભાઇ, ચંદુભાઇ, પ્રકાશભાઇ, વિનુભાઇ, રમેશભાઇ, પરેશભાઇ વગેરે બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

(3:42 pm IST)