રાજકોટ
News of Friday, 15th November 2019

રાજકોટ જિલ્લા ભાજપ દ્વારા ગ્રામીણ અને શહેર મંડળના પ્રમુખ અને મહામંત્રીઓની વરણી

ઉપલેટા રમણીકભાઈ ઠુંમર, ધોરાજી વિનુભાઈ માથુકીયા સહિત ૧૪ તાલુકાઓમાં પણ હોદ્દેદારોની નિમણુંક

રાજકોટ,તા.૧૫: રાજકોટ જીલ્લા ભાજપા પ્રેસ મિડિયા ઇન્ચાર્જ અરૂણભાઈ નિર્મળની યાદીમાં જણાવે છે કે, ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીની સુચના અને માર્ગદર્શન અંતર્ગત આજરોજ રાજકોટ જીલ્લા સંરચના અધિકારી માધાભાઈ બોરીચા, રાજકોટ જીલ્લા સંગઠન પ્રભારીશ્રી પ્રકાશભાઈ સોની, જીલ્લા ભાજપા અધ્યક્ષશ્રી ડિ.કે.સખીયા, મહામંત્રીઓ ભાનુભાઈ મેતા, શ્રી જયંતિભાઈ ઢોલ, શ્રી ડો.ભરતભાઈ બોદ્યરા તથા જીલ્લાના સહ-સંરચના અધિકારીશ્રી પ્રવીણભાઈ માંકડિયા, સહ-સંરચના અધિકારીશ્રી ભાનુબેન બાબરિયાએ પ્રદેશ ભાજપા અગ્રણીઓ સાથે વિચાર-વિમર્શના અંતે રાજકોટ જીલ્લાના ગ્રામીણ તેમજ શહેરી મંડલના નવનિયુકત પ્રમુખ-મહામંત્રીની વરણીની જાહેરાત કરવામાં આવી છે.

જેમાં (૧) ઉપલેટા શહેર પ્રમુખશ્રી રમણીકભાઈ ઠુંમર, મહામંત્રીઓ શ્રી પરાગભાઈ શાહ, શ્રી જીગ્નેશભાઈ ડેર, (૨) ઉપલેટા તાલુકો શ્રી સંજયભાઈ માકડિયા, મહામંત્રીઓ શ્રી અતુલભાઈ બોરીચા, શ્રી પૃથ્વીસિંહ ચુડાસમા, (૩) ભાયાવદર શહેર શ્રી અતુલભાઈ વાછાણી,  મહામંત્રીઓ શ્રી સરજુભાઈ માકડિયા, શ્રી દીપકભાઈ મેરાણી, (૪) ધોરાજી શહેર શ્રી વિનુભાઈ માથુકીયા,         મહામંત્રીઓ શ્રી મનીષભાઈ કંડોરીયા, શ્રી વિજયભાઈ બાબરિયા, (૫) ધોરાજી તાલુકો શ્રી રમેશભાઈ મકાતી, મહામંત્રીઓ શ્રી રાજુભાઈ ડાંગર, શ્રી વિપુલભાઈ રૂદાણી, (૬) જામકંડોરણા તાલુકો શ્રી ચંદુભા ચૌહાણ, મહામંત્રીઓ શ્રી ગૌતમભાઈ વ્યાસ, શ્રી સુરેશભાઈ રાણપરીયા, (૭) જેતપુર શહેર શ્રી રમેશભાઈ જોગી, મહામંત્રીઓ શ્રી બાબુભાઈ ખાચરીયા, શ્રી વિપુલભાઈ સંચાણીયા, (૮) જેતપુર તાલુકો શ્રી દિનકરભાઈ ગુંદારીયા, મહામંત્રીઓ શ્રી વેલજીભાઈ સરવૈયા, શ્રી નવનીતભાઈ ખુંટ, (૯) ગોંડલ શહેર   શ્રી ચંદુભાઈ દુધાત, મહામંત્રીઓ શ્રી ઉપેન્દ્રસિંહ ચુડાસમા, શ્રી અશોકભાઈ પરવાડીયા, (૧૦) ગોંડલ તાલુકો શ્રી ભગવાનજીભાઈ રામાણી, મહામંત્રીઓ શ્રી જીતુભાઈ જીવાણી, શ્રી બકુલભાઈ જેસ્વાલ, (૧૧) જસદણ શહેર       શ્રી અનિલભાઈ મકાણી, મહામંત્રીઓ  શ્રી ભરતભાઈ છાયાણી(બીબીસી), શ્રી મુકેશભાઈ ડી.જાદવ, (૧૨) જસદણ તાલુકો શ્રી વલ્લભભાઈ રામાણી, મહામંત્રીઓ શ્રી વનરાજભાઈ ખીંટ, શ્રી મનસુખભાઈ ડામસીયા, (૧૩) વિંછીયા તાલુકો શ્રી અશ્વિનભાઈ સાંકળીયા, મહામંત્રીઓ શ્રી અંજનભાઈ ધોળકીયા, શ્રી હનુભાઈ ડેરવાળીયા, (૧૪) પડધરી તાલુકો શ્રી હઠીસિંહ જાડેજા, મહામંત્રીઓ શ્રી મનોજભાઈ પેઢડીયા     શ્રી પ્રવીણભાઈ હેરમાની નિયુકિત કરવામાં આવી હોવાનુ યાદીના અંતમાં જણાવાયું છે.

(1:00 pm IST)