રાજકોટ
News of Thursday, 15th November 2018

માંડવરાયજી ક્રેડીટ સોસાયટીના લેણાના કેસમાં દુકાનની હરરાજી કરવા આદેશ

રાજકોટ, તા. ૧પ : અત્રે શ્રી માંડવરાયજી ક્રેડીટ કો-ઓપરેટીવ સોસાયટી લી. રાજકોટના બાકીદાર સામે લોનની વસુલાત માટે દુકાનની જાહેર હરરાજી તા. રર/૧૧/ર૦૧૮ના રોજ વેચાણના હુકમ ફરમાવેલ એડી. સીવીલ જજની કોર્ટ રાજકોટે ફરમાવેલ છે.

શ્રી માંડવરાયજી ક્રેડીટ કો-ઓપરેટીવ સોસાયટી લી. આવકાર સ્‍કેવર, સ્‍વામીનારાયણ ચોક, આનંદ બંગલા પાસે, મવડી રોડ, રાજકોટના જનરલ મેનેજરશ્રી રશ્‍મીબેન મારડીયા દ્વારા સોસાયટીના બાકીદાર સભાસદ વિપુલભાઇ છગનભાઇ રોકડ તથા સુધાબેન વિપુલભાઇ રોકડ સામે સોસાયટીમાંથી લોન લઇ રકમ ભરપાઇ કરતા ન હોવાથી સોસાયટી દ્વારા તેઓની સામે રાજકોટના સીવીલ કોર્ટમાં સ્‍પેશીયલ દરખાસ્‍તો દાખલ કરવામાં આવેલ.

આ કામમાં પ્રતિવાદીઓ છેલ્લા ઘણા સમયથી મળી આવતા ન હોય તેમજ કોર્ટમાં હાજર રહેતા ન હોય, સોસાયટી દ્વારા તેઓની સોસાયટી જોગ લખી આપેલ સ્‍થાવર મીલકત રાજકોટ શહેરના હરિધવા રોડ ઉપર શ્રી રામ પાર્ક તરીકે ઓળખાતા વિસ્‍તારમાં આવેલ બીલ્‍ડીંગમાં ફર્સ્‍ટ ફલોરમાં આવેલ ક્રેન્‍સી સ્‍ટુડીયો દુકાન નં. ૩ વાળી મીલ્‍કતના જાહેર હરરાજીથી વેચાણના હુકમો કરવા સોસાયટીના એડવોકેટ નલીન કે. શુકલ મારફત રજુઆત કરવામાં આવતા એડી. સીવીલ જજ સી.ડી. રાજકોટ શ્રી બી.આર. રાજપુતે સોસાયટીની રજુઆતોમાં ગ્રાહ્ય રાખી પ્રતિવાદી વિપુલભાઇ છગનભાઇ રોકડની સોસાયટી જોગ લખી આપેલ દુકાન જાહેર હરરાજીથી વેચાણ કરવા કોર્ટે, જાહેર હરરાજીથી દુકાન વેચાણ કરવા કોર્ટ કમિશ્નર/રિસીવરની નિમણૂંક કરેલ છે. તેમજ કોર્ટ તરફથી જાહેર હરરાજી તા. રર-૧૧-ર૦૧૮ના રોજ મૂકરર કરેલ છે.

વાદી શ્રી માંડવરાયજી ક્રેડીટ કો-ઓપરેટીવ સોસાયટી લી. વતી રાજકોટના સહકારી ક્ષેત્રના એડવોકેટશ્રી નલીનભાઇ કે. શુકલ, અભિષેક એન. શુકલ, જય એન. શુકલ, ભરત ટી. ઉપાધ્‍યાય, ધર્મેશ કે. દવે રોકાયેલા હતાં.

(3:56 pm IST)