રાજકોટ
News of Friday, 15th October 2021

બપોર સુધીમાં કોરોનાનો '૦' કેસ

 આ અંગે મ્યુ.કોર્પોરેશનની સતાવાર માહિતીમાં જણાવ્યા મુજબ આજે બપોરે ૧૨ વાગ્યા સુધીમાં '૦' કેસ નોંધાયા છે. શહેરમાં અત્યાર સુધીમાં કુલ  ૪૨,૮૨૯ પોઝીટીવ કેસ નોંધાઇ ચુકયા છે. જયારે આજ દિન સુધીમાં કુલ  ૪૨,૩૬૬  દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે. ગઇકાલે કુલ ૧૮૦૪ સેમ્પલ લેવાયા હતા. જેમાં ૦કેસ નોંધાતા પોઝિટિવ રેટ ૦ ટકા થયો હતો. આજ દિન સુધીમાં ૧૪,૨૪,૮૬૫લોકોનાં  ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી ૪૨,૮૨૯ સંક્રમીત થતા પોઝિટિવ રેટ  ૩.૦૧  ટકા થયો છે. રિકવરી રેટ ૯૮.૯૧ ટકા એ પહોંચ્યો છે. હાલ ૫  દર્દીઓ સારવાર હેઠળ છે.

(3:26 pm IST)