રાજકોટ
News of Tuesday, 15th October 2019

માલધારી ફાટક પાસે કારખાનામાં આગ

આગમાં પ્લાસ્ટીકનો સામાન, ડીશ, અને ટ્રે બળી ગયા

રાજકોટ તા. ૧પ :.. માલધારી ફાટક પાસે આવેલ વિન્ટેમ એપ્લાઇન્ટીઝ નામના કારખાનામાં આગ લાગતા નાસભાગ મચી ગઇ હતી. બનાવની જાણ થતા ફાયર બ્રિગેડ સ્ટાફે સ્થળ પર પહોંચી આગ બુઝાવી હતી.

આગમાં પ્લાસ્ટીકનો સામાન, ડીશનો જથ્થો તથા ટ્રે નો સામાન બળી ગયા હતાં. જાણ થતા ફેકટરીના માલીક યશભાઇ મોલીયા સ્થળ પર દોડી આવ્યા હતાં. આગ કયા કારણોસર લાગી અને તેમાં થયેલી નુકસાની જાણવા તપાસ હાથ ધરી છે.

(4:03 pm IST)