રાજકોટ
News of Tuesday, 15th October 2019

બેડીનાકા રેનબસેરા પાછળ આજી નદીમાંથી અજાણ્યા યુવાનની લાશ મળીઃ લોકોના ટોળા

મૃતકના વાલીવારસ હોય તો બી-ડિવીઝન પોલીસનો સંપર્ક કરવો

રાજકોટ તા. ૧૫: બેડીનાકા રેન બસેરાની પાછળના ભાગે આજી નદીમાં બપોર બાદ એક અજાણ્યો આશરે ૩૫ થી ૩૮ વર્ષનો યુવાન ડૂબી જતાં મોત નિપજ્યું છે. મૃતક યુવાન પાતળા બાંધાનો છે અને ઉંચાઇ આશરે સાડા પાંચ ફુટ છે. તે વાને ઘઉંવર્ણો છે અને પીળો કેસરી ચેકસવાળો શર્ટ તથા કાળા રંગનું ટ્રેક પેન્ટ પહેર્યુ છે અને જનોઇ ધારણ કરી છે. બી-ડિવીઝન એએસઆઇ કે.આર. ચોટલીયાએ ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી કરી હતી. તસ્વીરમાં દેખાતા મૃતકના કોઇ વાલીવારસ હોય તો બી-ડિવીઝન પોલીસનો ફોન ૦૨૮૧ ૨૭૦૬૦૧૮ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

(4:03 pm IST)