રાજકોટ
News of Tuesday, 15th October 2019

વોર્ડ નં.૩-૪-૧૦ અને ૧૮માં ૧ હજાર તાવના કેસ

મ્યુ.કોર્પોરેશનનો મેલેરિયા વિભાગ દ્વારા આરોગ્યલક્ષી સઘન ઝુંબેશઃ મચ્છર ઉત્પતિ સબબ ૨૮ને નોટીસ

રાજકોટ,તા.૧૫:  શહેરમાં ડેન્ગ્યુ રોગ માટે ટ્રાન્સમીશનસીઝનને ઘ્યાને લેતા ફિલ્ડની કામગીરી સઘંન બનાવવામાં આવેલ છે. મેલેરિયા વર્કર, અર્બન આશા, ટીમોઘ્વારા વાહક નિયંત્રણની તથા આરોગ્ય શિક્ષણની કામગીરી ઝુંબેશ સ્વરૂપે હાથ ઘરેલ છે. આ કામગીરીમાં વોર્ડ નં૩,૪,૧૦નાં વિવિધ વિસ્તારોમાં ૧ હજાર તાવનાં કેસ જોવા મળ્યા હતા. આ ત્રણેય વોર્ડમાં તંત્ર દ્વારા સઘન કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.

આ અંગે મ્યુ.કોર્પોરેશનની સતાવાર યાદીમાં જણાવ્યા મુજબ વોર્ડ નં. ૩, ૪, ૧૦ અને ૧૮ માંઆશાવર્કરો, સ્ટુડન્ટની ૧૫૫ ટીમ દ્વારા એક સાથે ટીમ વર્ક દ્વારા નિયત કરેલ વિસ્તારોમાં ઘરે ઘરે જઈ વાહકજન્ય રોગચાળા અટકાયતી પગલાં રૂપે રેપીડફીવર સર્વે માં ૯૬૭તાવના કેસની વિગત મેળવેલ તથા ૫૬૦ દર્દીને નજીકના આરોગ્ય કેન્દ્ર ખાતે રીફર કરેલ છે.

જયારે ૧૭૨૪૪ ઘરોમાં પોરાનાશક કામગીરી તથા ૨૦૧૧૩પત્રિકા વિતરણ કરવામાં આવ્યુ હતુ.

ખાનગી અને સરકારી શાળાઓમાં ચેકીંગ

 શહેરની ૯૯ થી વધારે ખાનગી અને સરકારી શાળામાં મચ્છરઉત્૫તિ સ્થાનોનીત્પાસકરી ૫૨ મચ્છર ઉત્૫તિ સ્થાનો નાબુદ કરાવેલ છે. શાળામાં તાવના કેસનો સર્વે કરી તેને આરોગ્યકેન્દ્ર૫ર મોકલવામાં આવેલ છે. ૪૮૬૭૫ વિદ્યાર્થી અને ૧૩૩૬ શિક્ષકોને મચ્છરઉત્૫તિ સબબ આરોગ્ય શિક્ષણ આ૫વામાં આવેલ છે.

મચ્છર ઉત્૫તિ સબબ ૨૮ને નોટીસ

મેલેરિયા શાખાના વર્કરો,  વેકસીનેટર તથા સ્વયંસેવકો ટીમ દ્વારા ૬૨૭૮ ઘરોનો સર્વે કરી ટાંકામાં દવા છંટકાવની કામગીરી કરવામાં આવેલ તથા ૧૨૦૭ ઘરોમાં ફોગીંગની કામગીરી કરવામાં આવેલ અને મચ્છર ઉત્૫તિ સબબ ૨૮ને નોટીસ આ૫વામાં આવેલ તથા  શાળા-કોલેજ, બાંઘકામસાઇટ,  સેલર, હોટલ, કોમ્પ્લેક્ષ સહિતની ૭૬ અન્યપ્રિમાઇસીસને મચ્છર ઉત્૫તિ સબબ તપાસ હાથ દ્યરેલ છે.

(4:02 pm IST)