રાજકોટ
News of Tuesday, 15th October 2019

સારસ્વત બ્રાહ્મણ સમાજના રાસોત્સવ : તલવાર રાસની ઝલક

રાજકોટઃ શ્રી સારસ્વત બ્રાહ્મણ માસ્થાન સૌરાષ્ટ્ર-કચ્છ આયોજીત રાસ રમઝટ રાસોત્સવનું આયોજન કરવામાં આવેલ. અતિથિ વિશેષ તરીકે ગં.સ્વ. શ્રી ચંદ્રાબેન કિશોરચંદ્ર જોશી, પરશુરામ ધામના ટ્રસ્ટી, કે.સી વ્યાસ, રાજુભાઇ જોશી (ગુરૂ), રાજકોટ પરશુરામ જન્મોત્સવ સમિતિના પૂર્વ કન્વીનર તેમજ સમસ્ત બ્રહ્મસમાજના પૂર્વ પ્રમુખ ભરતભાઇ ઓઝા, સારસ્વત બ્રાહ્મણ જ્ઞાતિ સંસ્થાન રાજકોટના પ્રમુખ નીતીનભાઇ સાતા, મંત્રી  નિખીલભાઇ ખીરા, કારોબારી સભ્ય એડવોકેટ દિલીપભાઇ જોશી, અલ્પેશભાઇ લેહરૂ, સારસ્વત જ્ઞાતિ  યુવા સેનાના સભ્યો ઉપસ્થિત રહેલ.

ખેલૈયાઓએ મેદાનમાં ધુમ મચાવી હતી. તેમજ જ્ઞાતિના બાળકોએ જુની પ્રતિભાને જીવંત રાખવા તલવાર રાસની પણ ઝલક બતાવી હતી. જ્ઞાતિના દરેક ભાઇ બંધુ સહભાગી થાય તેવી ગેમ શો પણ યોજાએલ. જ્ઞાતિના પ્રતિભાંવત  બાળકો તેમજ મોટાઓને ઇનામ વિતરણ કરાયું હતુ. ભોજન પ્રસાદી જ્ઞાતિના શ્રેષ્ઠી જગદીશભાઇ ચાબણ (જોશી) તરફથી રાખેલી હતી.

સારસ્વત બ્રાહ્મણ સંસ્થાન સૌરાષ્ટ્ર-કચ્છના આયોજક કમીટીના પ્રતિક બલભદ્ર, કશ્યપભાઇ જોશી, તુષારભાઇ જોશી, પ્રશાંતભાઇ ચંદા, વિરલભાઇ ભટ્ટ, કેતનભાઇ  ભટ્ટ, વિમલભાઇ જોશી, પ્રકાશભાઇ જોશી તેમજ મહિલા સમિતિ હિરલ બલભદ્ર, પ્રિયંકા જોશી, કિંજલ જોશી, ડોલી ચંદા, કેતા ભટ્ટ, જાહન્વી રતનેશ્વરે જહેમત ઉઠાવી હતી.

(3:49 pm IST)