રાજકોટ
News of Monday, 15th October 2018

નંદીપાર્ક ગરબી મંડળ દ્વારા ૨૭ વર્ષથી માં ઉમાખોડલની આરાધના

રાજકોટઃ શહેરનાં યુનિર્વસિટી રોડ પર આવેલ નંદીપાર્ક ગરબી મંડળ દ્વારા છેલ્લા ૨૭ વર્ષથી પ્રાચીન ગરબીનું આયોજન કરવામાં આવે છે. આ ગરબીમાં શ્રી ગૃપ, સ્વસ્તિક ગૃપ, રંગોલી ગૃપ, તોરલ ગૃપ સહિતનાં ૪ ગૃપમાં બાળાઓ રાસ રમે છે. દરરોજ મટુકી રાસ, કરતાલ રાસ, ટીપ્પણી રાસ, ખંજરી રાસ, દિવડા રાસ સહિતનાં ૧૦ થી ૧૫ અવનવા રાસની રમઝટ ૬૩ બાળાઓ બોલાવી રહી છે. આ ગરબીઓની બાળાઓને નીપાબેન દવે દ્વારા ૨૦ દિવસથી પ્રેકટીસ કરાવવામાં આવે છે. આ ગરબી વિસ્તારવાસીઓ મોટી સંખ્યામાં નિહાળે છે. આ ગરબીમાં દર વર્ષ દિકરીઓને ઉપયોગી વસ્તુની લ્હાણી આપવામાં આવે છે. સમગ્ર આયોજનમાં કિર્તીબેન ભુત, મંજુલાબેન ભુત, સુધીબેન ભુત, વૈશાલીબેન ભુત, ચેતનાબેન ભુત, ભુમિકાબેન, દેવલબેન દવે, શિલ્પાબેન, જોસનાબેન, સ્મીતાબેન, કેશુભાઇ ભુત, હેંમતભાઇ ભુત, કરશનભાઇ કોટડીયા, કાન્તીભાઇ ભુત, ધ્રુવિક ભુત, હર્ષલ ભુત, મીત ભુત, રાજ ભુત વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે. (તસ્વીરઃ અશોક બગથરીયા)

(4:38 pm IST)