રાજકોટ
News of Monday, 15th October 2018

દિકરીના સ્વાસ્થ્યલક્ષી કાર્યક્રમો આપવા 'લાડલી' ની સ્થાપના

મહીલાઓની ટીમ ઝુપડપટ્ટી સહીતના પછાત વિસ્તારોમાં ફરશે : દિકરીઓને માસીક ધર્મના સમયમાં પેડના ઉપયોગ અંગે માર્ગદર્શન આપશે

રાજકોટ તા. ૧૫ : 'જે કર ઝુલાવે પારણુ તે જગત પર શાસન કરે' આવી પંકિત નારી રત્નની તાકાતના દર્શન કરાવી જાય છે. પરંતુ આપણે ત્યાં જાગૃતિના અભાવે હજુએ ઘણી દિકરીઓ સ્વાસ્થ્યની બાબતમાં અભાન રહી જાય છે.

ત્યારે ખાસ કરીને માસીક પીરીયડના સમયગાળામાં શું શું કાળજી રાખવી જોઇએ તે બાબતે સાચુ માર્ગદર્શન પુરૂ પાડવા જાગૃત બહેનોએ સાથે મળી 'લાડલી' નામે સંસ્થાની સ્થાપના કરી છે. આ સંસ્થા હેઠળ ખુબ સરસ અભિયાન હાથ ધરેલ છે.

આ અંગેની વિગતો 'અકિલા' ખાતે વર્ણવતા 'લાડલી' ના મોભી બહેનોએ જણાવેલ કે શહેરની શાળા કોલેજો તેમજ ખાસ કરીને ઝુપડપટ્ટી જેવા પછાત વિસ્તારોમાં ફરી દિકરીઓને અમે મળશુ અને તેમને પીરીયડના સમયગાળા દરમિયાન 'ઁસેનેટરી પેડ' (આંતર વસ્ત્ર) નો ઉપયોગ કઇ રીતે કરવો, ઉપયોગ પછી તેનો નિકાલ કઇ રીતે કરવો વગેરે બાબતો અંગે માર્ગદર્શન પુરૂ પાડીશું. ટુંકમાં નારી શકિતને સ્વસ્થ બનાવી ઉજાગર કરવાનું કાર્ય આ 'લાડલી' ટીમની બહેનો કરશે.

તસ્વીરમાં 'લાડલી' ના સુત્રધાર ડો. ઉન્નતી ચાવડા (મો.૯૮૨૫૪ ૬૩૩૯૪), ડો. અશ્વિની જોષી (મો.૯૦૯૯૯ ૩૯૬૩૦), ઉલ્હાસબેન ઝાલા, ભાવિકા શાહ, નીતાબેન વ્યાસ, બીનાબેન ભાડેસીયા, છાયાબેન ડાભી, જુગ્નુ સોનપાલ નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)

(4:36 pm IST)