રાજકોટ
News of Monday, 15th October 2018

સૂર સંસ્કાર અને શિસ્તનો ત્રિવેણી સંગમ કલબ યુવી : ટેલીવૂડના કલાકારો મુલાકાતે

ચેરમેન મૌલેશભાઈ ઉકાણીના જન્મદિનની અનોખી રીતે ઉજવણી : દ્વારકાધીશની ધ્વજાજીનું કલબ યુવીના મેદાનમાં પધરામણી : ઉકાણી પરિવારે લાભ લીધો : બાલવીર સીરીયલના સોન પરી સહિતના કલાકારોએ કલબ યુવીની મુલાકાત લીધી : બાળકોમાં હર્ષોલ્લાસ

રાજકોટ : શહેરના અંબીકા ટાઉનશીપમાં સ્પીડવેલ પાર્ટીપ્લોટ સામે કલબ યુવી દ્વારા નવરાત્રી મહોત્સવમાં  ખૈલૈયાઓ સુર તાલના સથવારે મન મુકી જુમી રહયા છે. તો ખૈલૈયાઓની જમાવટને નીહાળવા દર્શકોની ભારે ભીડ જામી રહી છે.  ત્યારે ગઈ કાલે કલબ યુવીના ચેરમેન  અને સમાજ શ્રેષ્ઠી દાતા એવા મૌલેશભાઈ ઉકાણીના જન્મદિનને કલબ યુવીના હોદેદારો, કમીટીમેમ્બર્સ તેમજ ગ્રાઉન્ડ પર ઉપસ્થિત ખૈલૈયાઓ દર્શકો દ્વારા શાનદાર ઉજવણી કરાઈ હતી.

ગઈ કાલે કલબ યુવીના ચેરમેન અને હર્બલ જાઈન્ટ બાનલેબ ના મૌલેશભાઈ ઉકાણીના જન્મદિનની કલબ યુવીના હોદેદારો, કમટી મેમ્બર્સ તેમજ ઉપસ્થિત ખેલૈયાઓ અને દર્શકો દ્વારા અનોખી રીતે શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. દ્વારકાધીશના અનન્ય ભકત એવા મૌલેશભાઈના જન્મદિને દ્વારકા મંદિર થી ઘ્વજાજી નો બાન લેબ પરિવારે લાભ લીધો હતો. ત્યારબાદ આ ઘ્વજાજીને કલબ યુવીના મેમ્બર્સ દ્વારા માથે ચડાવી સમગ્ર ગ્રાઉન્ડમાં ફેરવાવામાં આવી હતી. જેથી ઉપસ્થિત ખેલૈયાઓ દર્શકોએ પણ ધ્વજાજીનો લાભ લીધો હતો.  કલબ યુવી નવરા્રિ મહોત્સવમાં ગઈકાલે બાલવીર સીરીયર ની સોનપરી સહીત ગુજરાતી ટીવી જગતના કલાકારોએ કલબ યુવીની મુલાકાત લીધી હતી.  બાલવીરની સોનપરી કલબ યુવીના ખૈલૈયાઓ સાથે મન મુકી ઝુમી હતી. બાળકોમાં હર્ષોલ્લાસ છવાયો હતો.

અંબીકા ટાઉનશીપમાં સ્પીડવેલ પાર્ટીપ્લોટ સામે કલબ યુવી દ્વારા આયોજીત નવરાત્રી મહોત્સવમાં ચોથે નોરતે કલબ યુવીના ટ્રસ્ટી સ્મીતભાઈ કનેરીયા, ભુપતભાઈ પાચાણી, ધીરૂભાઈ ડઢાણીયા, દિલીપભાઈ લાડાણી, કલબ યુવી વિમેન્સ વિંગના હોદેદારો, ડો. કીર્તી પટેલ, સુધીરભાઈ ભીમાણી, ડો.રબારા, ડો. હિતેષ ભાલોડીયા, ડો. સંજયભાઈ ભટ્ટ, ડો. વિનોદભાઈ રાખોલીયા, ડો. ગીરીશભાઈ પટેલ ઉપસ્થિત રહયા હતા. તો પાંચમા નોરતે બાન લેબ પરિવાર, એમ.એમ. પટેલ, રમણભાઈ વરમોરા, વસંતભાઈ ભાલોડીયા, જગદીશ કોટડીયા, અલ્પેશ મકવાણા, અમુભાઈ ઝાલાવાડીયા, ગીરીશભાઈ સુતરીયા, હર્ષભાઈ આગોલા, ગોવિંદભાઈ પટેલ, કિશોરભાઈ ખાંટ, ડો. સુનીલ મોટેરીયા, ડો. અંકુર સીણોજીયા, મયંકભાઈ  દેલવાડીયા, નીલેશભાઈ માકડીયા, વી.વાય.ઓ. રાજકોટ સમીતી, મિતલભાઈ ખેતાલી, વિપુલભાઈ માકડીયા, અનુેપમભાઈ દોશી, જેન્તીભાઈ સરધારા, ડો. હિતેશ સાપોવાડીયા, શ્રી આડોદરા વગેરે એ આરતીનો લ્હાવો લીધો હતો.

કલબ યુવીમાં ચોથા નોરતે ચિલ્ડ્રન વેલ ડ્રેસ પ્રિન્સેસ ધેટીયા ખુશી, મકવાણા નીરાલી, ચિલ્ડ્રન વેલ ડ્રેસ પ્રિન્સ તરીકે કાલરીયા પ્રિમલ, પનારા મીહીર, ચિલ્ડ્રન પ્રિન્સેસ તરીકે કાસુન્દ્રા દિયા, સાંચડે પુષ્ટી, ચિલ્ડ્રન પ્રિન્સ તરીકે ભુત ક્રિશ, મેંદપરા ક્રિશ, વેલડ્રેસ પ્રિન્સેસ તરીકે વાંસજાળીયા મોના, મારસોણીયા ઝલક, ભુત વીધી, વેલ ડ્રેસ પ્રિન્સ તરીકે ધોડાસરા વત્સલ, પાન નીકુંજ, મીત્રોડા દિપ, પ્રિન્સેસ તરીકે  દાવા નીધી, કણસાગરા પ્રિમા,  કંટેસરીયા ક્રિષ્ના પ્રિન્સ તરીકે  ભેંસદડીયા યશ, પટેલ દિપ, માકડીયા જય, વિજેતા બન્યા હતા. તો પાંચમા નોરતે ચિલ્ડ્રન વેલ ડ્રેસ પ્રિન્સેસ ધેટીયા રીયા, બેરા ફ્રેયા, ચિલ્ડ્રન વેલ ડ્રેસ પ્રિન્સ તરીકે પાડલીયા દેવાંશી, આરદેસણા તન્મય,  ચિલ્ડ્રન પ્રિન્સેસ તરીકે  ધેટીયા હીર, ત્રાંબડીયા આયુષ,  ચિલ્ડ્રન પ્રિન્સ તરીકે વાછાણી રીધમ, ભીમાણી અભી, વેલડ્રેસ પ્રિન્સેસ તરીકે શોભાણા વિશ્વા, સીતાપરા પરીના, ગોસાણી ધવલ, વેલ ડ્રેસ પ્રિન્સ તરીકે  થોરીયા દર્શન, ત્રાંબડીયા દેવાંશી, કુકાડણા દિપ, પ્રિન્સેસ તરીકે ખીરસરીયા હેત્વી, માકાસણા હેત્વી, બુટાણી ખુશી,  પ્રિન્સ તરીકે  સંતોકી રૂશીલ, મારડીયા પીયુષ, શાપોવડીયા મૌલીક વિજેતા બન્યા હતા. કલબ યુવીના વિજેતા ખૈલૈયાઓને મનોહરસિંહ જાડેજા,  કે.કે.જાડેજા, વિમલભાઈ ઠાકર, મનસુખભાઈ ભીમાણી, સંદીપભાઈ માકડીયા, નારણભાઈ વાંસજાળીયા, અરવિંદભાઈ રાછડીયા, જનકભાઈ દેસાઈ, મીતભાઈ વડાલીયા, અલ્પેશભાઈ મકવાણા, નાથાભાઈ કાલરીયા, શૈલેષભાઈ કલોલા, દિપકભાઈ રાજાણી, જયેશભાઈ સોની, નારાયણભાઈ ઠાકર, શુભમ્ભાઈ, મહેશ્વરભાઈ પુજારી, જીવનભાઈ વડાલીયા, સ્મીતભાઈ કનેરીયા, મહેન્દ્રભાઈ ફળદુ વગેરે મહાનુભાવોએ ઈનામ આપી પ્રોત્સાહીત કર્યા હતા.

(3:30 pm IST)