રાજકોટ
News of Monday, 15th October 2018

વકીલોના પ્રશ્ને નિરાકરણ લાવવા પ્રયત્ન કરીશઃ સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટીસ ગોગાઈ

ભારતમાં ત્રણ કરોડ કેસો પેન્ડીંગ છેઃ નવા કેસોમાં સતત વધારો થઈ રહ્યો છેઃ ૬૭ ટકા કેદી જેલમાં છે તેના માટે લીગલ એઈડ ઉમદા કાર્ય છેઃ ભારતમાં ૧૮૦૦ વ્યકિતએ એક વકીલ જ્યારે અમેરીકામાં ૨૦૦ વ્યકિતએ એક વકીલઃ બી.સી.આઈ. અને વિવિધ બાર કાઉન્સીલો દ્વારા ચીફ જસ્ટીસનું ભવ્ય સન્માન કરાયું

રાજકોટ, તા. ૧૫ :. બાર કાઉન્સીલ ઓફ ઈન્ડીયા દ્વારા સુપ્રીમ કોર્ટના ૪૬માં સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસશ્રી રંજન ગોગાઈના સન્માનનો કાર્યક્રમ દિલ્હી બાર કાઉન્સીલ ઓફ ઈન્ડીયાના હોલમાં ભારતના સર્વોચ્ચ અદાલતના જસ્ટીશોશ્રી અદ્રણ મિશ્રા, એન.વી. રામન્નાના અધ્યક્ષ સ્થાને યોજાઈ ગયેલ હતો. આ કાર્યક્રમમાં બાર કાઉન્સીલ ઓફ ઈન્ડીયાના ચેરમેન મનન મીશ્રા, વા. ચેરમેન સતીષ એબ્રાઉ, કો. ચેરમેન અશોકકુમાર, એસ. પ્રસાદ સહિતના ભારતના વિવિધ રાજ્યોમાં બાર કાઉન્સીલના મેમ્બરો દ્વારા ચીફ જસ્ટીસ ઓફ ઈન્ડીયા શ્રી રંજન ગોગાઈનું ફુલહારથી ભવ્ય સન્માન કરેલ હતું. આ સમયે ગુજરાતના મેમ્બર દીલીપ પટેલ પણ હાજર રહેલ હતા.

બી.સી.આઈ.ના ચેરમેને પ્રાસંગીક પ્રવચનમાં સમગ્ર ભારતના વકીલોને પડતી મુશ્કેલીઓ તથા વકીલોને કોર્ટમાં નહીં મળતી સુવિધા તથા વકીલોની હાલમાં જે લડત થયેલ તે હડતાલના મુદ્દા સહીતના મુદ્દા અંગે વકતવ્ય આપેલ હતું. તેના અનુસંધાને ચીફ જસ્ટીસ રંજન ગોગાઈએ જણાવેલ કે બારમાં જ્યારે પણ પ્રશ્ન ઉપસ્થિત થશે તેનું નિરાકરણ લાવવાનો પ્રયત્ન કરશે. તમારી શુભેચ્છા મારા માટે ખૂબ જ મહત્વની છે હું પ્રયત્ન કરીશ અને સાદ્ર હશે તે કરીશ મને એમા કેટલી સફળતા મળશે તે ખબર નથી પરંતુ તમારા લોકોનો વિશ્વાસ મારી સાથે રહેશે તેમ જણાવેલ હતું.

વધુમાં જણાવેલ કે અન્ય જસ્ટીશો, સીનીયર એડવોકેટ, વકીલો આજના કાર્યક્રમમાં આવેલ છે તે મને ખૂબ જ પસંદ આવેલ છે અને મારી ભાવના વર્ણન કરવા મારી પાસે કોઈ શબ્દ નથી મે ૨૩ થી ૨૪ વર્ષ વકીલાત કરેલ છે. ૧૯ વર્ષથી જ્યુડીશરી પણ તમારો જ ભાગ છીએ. બાર અને બેન્ચ એક જ કહેવાય તે અંગે વિસ્તૃત ચર્ચા કરેલ હતી અને જણાવેલ કે મે આસામમાં જઈ કોર્ટ બિલ્ડીંગ બંધાવેલ ત્યારે વકીલોની આવશ્યકતાને ધ્યાને લેવામાં આવેલ હતી. ભારતમાં ૧૮૦૦ વ્યકિત એ એક વકીલ છે જ્યારે અમેરિકા જેવા વિકસીત દેશમાં ૨૦૦ વ્યકિત એ એક વકીલ છે.

બાર કાઉન્સીલો તેનુ અગત્યનું ફંકશન કોલેજ, લો યુનિવર્સિટી, વિવિધ રાજ્યોમાં જઈ વિઝીટ કરતી અથવા રાજ્ય બાર કાઉન્સીલને ઈન્સ્પેકશનનું કહેવુ જેથી સારા વકીલો મળે તે માટે નિયમીત રહેવુ જોઈએ અને લીગલ સર્વિસ માટે કામ કરવું અત્યારે ભારતમાં ત્રણ કરોડ જેટલા કેસ પેન્ડીંગ છે અને સાથે સાથે પડત કેસોની સંખ્યામાં વધારો થતો રહે છે. સુપ્રીમ કોર્ટ જજોની નિયુકત માટે બાર કાઉન્સીલ ઓફ ઈન્ડીયાનો પણ અભિપ્રાય લેવો જોઈએ તેમ જણાવેલ હતું.

વધુમાં જણાવેલ કે, ૬૭ ટકા કેદીઓ જેલમાં રહેલ છે અન્ડર ટ્રાયલ પ્રીઝનર છે. લીગલ એઈડ એક ઉમદા વકીલની સર્વિસ છે તે વિશે ધ્યાન આપે વિવિધ રાજ્યોના બાર કાઉન્સીલના પ્રતિનિધિઓ ખૂબ જ સરસ મારા માટે ભેટ સોગાદો તથા ફલાવર્સ લાવેલ છે તે અને મારા માટે સારા શબ્દો બદલ આભાર માનેલ હતો.

આ તબક્કે બાર કાઉન્સીલ ઓફ ઈન્ડીયાના વિવિધ રાજ્યોના પ્રતિનિધિ મેમ્બરો, દીલીપ પટેલ, વિજય ભટ્ટ, કે.કે. વેણુગોપાલ, રામચંદ્ર રાવ, ભોજ ચાન્દર ઠાકુર, ડેબી પ્રસાદ, અમીત રાણા, શ્રીમાન રો. એન., ટી.એસ. અજીત, પ્રતાપ મહેતા, દિનેશ પાઠક, વાય.આર. સદાશીવા સહિતના એ કાર્યક્રમ સફળ બનાવેલ હતો.(૨-૬)

 

(12:03 pm IST)