રાજકોટ
News of Wednesday, 15th September 2021

કોરોનાકાળ દરમ્યાન સિવિલ હોસ્પિટલમાં થયેલ બળાત્કાર કેસનો આરોપી જામીન પર

રાજકોટ તા. ૧પઃ કોરોનાના કપરા કાળ દરમ્યાન રાજકોટ સીવીલ હોસ્પિટલમાં થયેલા કથિત બળાત્કારના કેસના આરોપીના જામીન ગુજરાત હાઇકોર્ટે મંજુર કર્યા હતાં.

અત્રેના બનાવની વિગત એવી છે કે, આ કામના આરોપી-હિતેષ ઉર્ફે કેચી વિનુભાઇ ઝાલા ઉપર રાજકોટ સીવીલ હોસ્પિટલના કોરોના વોર્ડમાં શ્વાસ લેવાની તકલીફ સાથે આવેલા સ્વ. ફરિયાદીએ બળાત્કાર થયેલાની ફરિયાદ રાજકોટના પ્ર.નગરમાં નોંધાવેલ હતી. જે ફરિયાદના આધારે પોલીસે તાત્કાલીક અસરથી આરોપીને કસ્ટડીમાં લઇ જેલહવાલે કરેલ.

ત્યારબાદ આરોપીએ ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજની કોર્ટમાં જામીન અરજી ગુજારેલ. જે ગુણદોષ ઉપર નામંજુર થતાં આરોપીએ ગુજરાત હાઇકોર્ટમાં જામીન અરજી ગુજારેલ. જે સદરહું જામીન અરજીમાં ગુજરાત હાઇકોર્ટે બન્ને પક્ષની દલીલ સાંભળીને તેમજ સદરહું જામીન અરજીના ગુણદોષ બાબતે દલીલ કરવામાં આવી હતી.

આ બાબતે ધારાશાસ્ત્રી હેંમત એસ. શેઠ એ ગુજરાત હાઇકોર્ટ તથા સુપ્રિમ કોર્ટના વિવિધ ચુકાદાઓ રજુ કરેલ હતા તે ગુ઼જરાત હાઇકોર્ટે ધ્યાને લઇ, આરોપીના જામીન મંજુર કરતો હુકમ કરેલ છે.

ઉપરોકત આરોપી-હિતેષ ઉર્ફે કેચી વિનુભાઇ ઝાલા વતી રાજકોટના ધારાશાસ્ત્રી હેમંત એસ. શેઠ, કશ્યપ આર. રત્નુ તથા સ્નેહા પટેલ-એડવોકેટ તરીકે રોકાયેલા હતા. 

(3:37 pm IST)