રાજકોટમાં ખેલ મહાકુંભની કબડ્ડીની ફાઇનલ મેચ પહેલા હોબાળો : રેફરીના પક્ષપાતી વલણનો આરોપ
સેમિફાઇનલમાં રેફરીએ વધુ પોઇન્ટ આપ્યાનો આરોપ NSUI ના કાર્યકરોએ વિરોધ પ્રદર્શન કરતા અટકાયત
રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ગ્રાઉન્ડ ખાતે ખેલ મહાકુંભ અંતર્ગત કબડ્ડીની મેચ રમાઈ રહી છે, ત્યારે કબડીની ફાઇનલ મેચ પહેલા રેફરીના પક્ષપાતી વલણને લઈને ફાઇનલ મેચ યોજાઇ તે પહેલાં જ NSUIના કાર્યકર્તાઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું હતું
ગઈકાલે યોજાયેલ સેમિફાઇનલમાં રેફરી દ્વારા કુંડારીયા કોલેજને વધુ પોઈન્ટ આપતા સામા પક્ષે મહાદેવ ટીમ દ્વારા વાંધો ઉઠાવવામાં આવ્યો હતો. આ સમગ્ર મામલે ખેલાડીઓ વચ્ચે મારામારી પણ સર્જાઈ હતી. જો કે અંતે કુંડારીયા કોલેજની ટિમ મોખરે રહી હતી, ત્યારે આજે કુંડારીયા કોલેજ અને મુરલીધર કોલેજ વચ્ચે કબડ્ડીની ફાઇનલ મેચ યોજાવાની હતી, પરંતુ ફાઇનલ મેચ યોજાઇ તે પહેલા જ NSUIના કાર્યકર્તાઓ મેચ સ્થળે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેને લઈને યુનિવર્સિટી પોલીસ દ્વારા NSUIના કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી હતી.